તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
ધોરાજી રઝવી કમિટી દ્વારા મોહર્રમ નિમિતે સૈફુદીન અસ્દકનું બયાન

ધોરાજી, તા.૨૪: ધોરાજી ખાતે દર વર્ષ મોહર્રમની શાનદાર ઉજવણી થતી હોય છે ધોરાજી ખાતે મોહરમની ઉજવણી કરવા સુરત બોમ્બે બેંગલોર સહિત દેશ ભરમાંથી લોકો આવતા હોય છે અને મોહરમની ઉજવણીમાં ભાગ લેતા હોય છે. ત્યારે તા.૨૭ જૂનથી મુસ્લિમોના નવા વર્ષ મોહર્રમનો પ્રારંભ થનાર છે આ તહેવારને મુસ્લિમો શહીદી પર્વ તરીકે પણ ઉજવે છે.
મોહર્રમ માસ નિમિતે એ આ વર્ષ પણ રઝવી કમિટી દ્વારા ૨૭ જૂન એ ચંદ્ર દર્શન બાદ મોહર્રમનો પ્રારંભ થયા બાદ ખ્વાજા સાહેબ દરગાહ ગ્રાઉન્ડ ખાતે ચાંદ રાત થી ૧૧ રાત્રિ સુધી શાનદાર તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જેમાં તકરીર કરવા માટે જમશેદપુરથી ઇસ્લામિક સંપ્રદાયના વિદ્ધાન વક્તા મોલના સૈયદ સૈફુદીન અસ્દક ચિશ્તી ઇમામ હુસૈન અને એમના સાથીદારોની યાદમાં તકરીર કરશે અને કરબલાના મેદાનમાં યઝીદ નામના આંતકવાદી સામે સત્યને જીવંત રાખવા અને દીકરીઓને દૂધપીતી થતું રિવાજ નાબૂદ કરવા અને મહિલાઓને એમના સંપૂર્ણ અધિકાર અપાવવા મટે ઇમામ હુસૈન એ યઝીદ સામે જે યુદ્ધ કરેલ હતું, જે વાત પર દરોજ રાત્રે ૧૦ થી ૧૧.૩૦ સુધી બયાન કરશે બાદમાં સલાતો સલામ અને વિશ્વ શાંતિ માટે તથા ભારત દેશની પ્રગતિ માટે દુઆ થશે અને ૧૧ રાત્રી સુધી કમિટીના પ્રમુખ સૈયદ હાદી ઈકબાલ બાપુ કાદરીના માર્ગદર્શન હેઠળ ઠંડા ગરમ પીણા અને ન્યાજનું વિતરણ કરવામાં આવશે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
