<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

હળવદ ખાતે દ્વારકા પિઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્યજીના આર્શિવચન

ધર્મસભા સંબોધીઃ રાજકીય, સામાજિક આગેવાનો અને વિશાળ સંખ્‍યામાં ભાવિકોએ આશિર્વાદ લીધા

(દીપક જાની દ્વારા) હળવદઃ દ્વારકા શારદા પિઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય પ. પૂ. શ્રી સદાનંદજી સરસ્‍વતી મહારાજનું ત્રણ દિવસ આગમન થયું હતું.  હળવદ સર્કિટ હાઉસથી બાઇક રેલી દ્વારા તેમનું સ્‍વાગત કરવામા આવ્‍યું હતું. જ્‍યાંથી મોરબી જીલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાનીને ત્‍યાં ઉતારો હતો. સવારે ૧૦ થી ૧૨  સુધી ભાવિક ભક્‍તોએ આશીર્વાદનો લાભ લીધો હતો. એક વિશાળ ધર્મસભાનું સંબોધન કર્યું હતું. પછી ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સમાજની ધર્મસભાને સંબોધન કર્યું હતું. 

આ દિવસો દરમ્‍યાન રાજ્‍યસભા સાંસદ કેસરીદેવસિહ જી ઝાલા , સાંસદ ચંદુભાઈ સિહોરા ,ધારાસભ્‍ય પ્રકાશભાઈ વરમોરા , પૂર્વ મંત્રી આઈ. કે. જાડેજા તેમજ અન્‍ય રાજકીય સામાજિક આગેવાનોએ ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા

(11:34 AM IST)