<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

આમરણને તાલુકા મથકનો દરજ્‍જો આપવા માંગણી

આમરણ તા.૨૪: આમરણ (ચોવીસ) ને તાલુકા મથકનો દરજ્‍જો આપવા કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલને પત્ર પાઠવી માંગણી કરી છે.

કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે રજુઆત કરતા જણાવ્‍યું હતું કે, આ અગાઉ મોરબી જિલ્લાના મોરબી અને માળિયા(મિ.) તાલુકાના ગામોનું વિભાજન કરી નવા તાલુકાની રચના કરવા માટે મોરબી વિસ્‍તારના ધારાસભ્‍ય દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. તેમજ કાલાવડના ધારાસભ્‍ય અને જામનગરના સાંસદ દ્વારા આમરણને તાલુકા મથક જાહેર કરવા માટે આપ સમક્ષ માંગણી કરેલ છે.

સન્‌ ૨૦૧૩માં જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાંથી આમરણ ચોવીસ પંથકના ૧૮ ગામનો મોરબી તાલુકામાં સમાવેશ થયેલ છે. આમરણ ચોવીસીની આસપાસના માળિયા તાલુકાના કુતાસી-બોડકી-ન્‍યૂ નવલખી તેમજ જોડિયા તાલુકાના  કોઠારીયા-માનુગામ-અંબાલા-પડાણા-વગેરે ગામો સહિત ૨૬ ગામોનો તાલુકો બની શકે તેમ છે ઉપરોકત બાબરતે આપશ્રીની કક્ષાએ ઘટતી કાર્યવાહી થવા માંગણી અને ભલામણ છે. (૩.૩)

(11:44 AM IST)