News of Tuesday, 24th June 2025
જેતપુર પોલીસ મથકમાં હીસ્ટ્રીસીટરે પોલીસ કાર્યવાહી અટકાવવા આપઘાતની કોશીષ કરી
૧૭ ગુન્હામાં સંડોવાયેલ પ્રકાશ ઉર્ફે પકો ગોસ્વામી સામે જેતપુર પોલીસે ગુન્હો દાખલ કર્યો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૨૪: જેતપુર પોલીસ મથકમાં હીસ્ટ્રીસીટરે પોલીસ કાર્યવાહી અટકાવવા આપઘાતની કોશિષ કરતા પોલીસે હીસ્ટ્રીસીટર સામે ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુર સીવીલ હોસ્પીટલના ડોક્ટરે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ટેલીફોનથી જાણ કરેલ કે, દર્દિ લાલજીભાઇ દાનાભાઇ મકવાણા, રહે.જેતપુર વાળાને બે વ્યક્તિઓએ છરી તથા ધોકા વડે માર મારતા ઇજા થતા સારવાર અર્થે અત્રેની હોસ્પીટલમાં દાખલ છે તેમ એમ.એલ.સી. વર્ધી લખાવેલ હતી. જે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક રોહીતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ જેતપુર પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ ટીમ દ્રારા ઇજાપામનાર લાલજીભાઇ મકવાણાને છરી વડે તથા માર મારનાર આરોપી પ્રકાશ પરશુરામભાઇ ગૌસ્વામી, રહે-જેતપુર વાળાને તાત્કાલીક શોધી કાઢી આરોપી ઇજા પામનાર કે તેના પરીવારના સભ્ય સાથે કોઈ ઝગડો કે જાહેર સુલેહ શાંતીનો ભંગ ન કરે તે સારૂ તેઓ વિરૂધ્ધ જેતપુર સીટી પો.સ્ટે. ચે.કે.નં.૩૯૯/૨૦૨૫ BNSS કલમ ૧૨૬, ૧૩૫(૩),૧૭૦ મુજબના કામે આરોપીને લોકઅપમાં રાખવામાં આવેલ હતો તે દરમીયાન આરોપી લોકઅપમાંથી બહાર નિકળી પાણી પીવા જવા દેવા અવાર-નવાર ખોટી માંગણી કરી, રાડો નાખી પોતે પોતાની રીતે લોકઅપના સળીયા સાથે ત્રણ વાર માથુ ભટકાડી પોલીસની કાયદાકિય કાર્યવાહિ કરવા અટકાવવા આત્મહત્યા કરવાની કોશીશ કરતા આરોપી વિરૂધ્ધ જેતપુર સીટી પો.સ્ટે. એન.સી. ગુના નંબર ૦૧/૨૦૨૫ BNSS કલમ ૨૨૬ મુજબ આત્મહત્યા કરવાની કોશીશ અંગે ગુનો રજી. કરી કાયદેસરની કાર્યવાહિ હાથ ઘરવામાં આવેલ હતી.
તેમજ ઇજા પામનાર લાલજીભાઇ દાનાભાઇ મકવાણા, રહે, જેતપુર વાળાએ આરોપી પ્રકાશ પરશુરામભાઇ ગૌસ્વામી, રહે જેતપુર તથા અમીત રહે. જેતપુર તથા એક અજાણ્યા માણસ વિરૂધ્ધ ગ્ફલ્ કલમ - ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(બી), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબની ફરીયાદ આપતા જેતપુર સીટી પો.સ્ટે. ગુ.ર.નં. A-૧૧૨૧૩૦૨૨૨૫-૦૩૪૨ /૨૦૨૫ થી ગુનો દાખલ કરી આરોપી પ્રકાશ ગૌસ્વામીને સદરહું ગુનાના કામે અટક કરી નામદાર જેતપુર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે આરોપીનુ જેલ વોરંટ ભરી આપતા આરોપીને જેલ હવાલે કરેલ છે.
પકડાયેલ પ્રકાશ ગોસ્વામી સામે જેતપુર ગોંડલ તથા અમદાવાદમાં અગાઉ ૧૭ ગુન્હાઓ નોંધાયા છે.
આ કાર્યવાહી જેતપુરના એ.એસ.આઇ. મીલનસિંહ ડોડીયા, ભાવેશભાઇ ચાવડા, અંકિતભાઇ બારડ પોલીસ હેડ કોન્સ. સાગરભાઇ મકવાણા, રાણાભાઇ વકાતર, ગીરીરાજભાઈ વાઘેલા, પોલીસ કોન્સ. શક્તિસિંહ ઝાલા, અમીતભાઇ સિધ્ધપરા, સાગરભાઈ ઝાપડીયા, ભગીરથસિંહ જાડેજા, લાખુભા રાઠોડ, મચ્છાભાઇ ચીરોળીયા તથા વિરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
