તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા ખાતે યોગ દિવસની ઉજવણી

જુનાગઢઃ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સર્વપ્રથમ દીપપ્રાગટય પૂ.સંત શ્રી ડો.રતીદાદા, ધારાસભ્ય જે.વી.કાકડિયા, નગરપાલિકા પ્રમુખ ભયલુભાઈ વાળા, શહેર પ્રમુખ જીતુભાઈ કાથરોટીયા, અશોકભાઈ, જયરાજભાઈ વાળા, કન્યા શાળા ના આચાર્ય ભગીરથભાઈ, પોલીસ સ્ટાફ સહીત ભગીરથભાઈ ધાધલ, હોમગાર્ડ સ્ટાફ સહીત અગ્રણીઓ દ્વારા કરાયું હતું.
ત્યારબાદ વિદ્યાર્થી ભાઈ બહેનો સહીત અગ્રણીઓને યોગ થતા વિવિધ આસનો કરાવાયા હતા. આ આસનો યોગ નિષ્ણાત ડો. દેવકુભાઈ વાળા, ઉદયભાઈ વાળા તેમજ યોગાચાર્ય વેદાંતભાઈ દ્વારા કરાવવામાં આવ્યા હતા.
તેમજ આ કાર્યક્રમમાં યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, સંસ્કળત શક્તિ ગુરુકુળ, હરિબા મહિલા કોલેજ, રક્ષા શક્તિ સ્કુલના દીકરા દીકરીઓ જોડાયા હતા. તેમજ ભુવા શાળા સ્ટાફગણ, કન્યાશાળા સ્ટાફગણ, પોલીસ સ્ટાફ ગણ, હોમગાર્ડ સ્ટાફગણ, નગરપાલિકા સ્ટાફગણ સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા ચા - પાણી નાસ્તાની સુંદર વ્યવસ્થા સંસ્થાના ડાયરેક્ટર ભારત ભૂષણ મહેશભાઈ મહેતા તથા શીતલબેન મહેતા તેમજ સ્ટાફ ગણ દ્વારા કરવામાં આવ્યુ હતું.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
