News of Tuesday, 24th June 2025
પી.એમ. મુદ્રા લોન અપાવવાની ખોટી જાહેરાત કરી રૂપિયા પડાવી
લેનાર રાજકોટના ઠગની મહેસાણાથી ધરપકડ કરતી દ્વારકા પોલીસ

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૨૪: ફરીયાદીનો સંપર્ક કરી વોટ્સએપ દ્વારા પોતાના QR તથા UPI મોકલી ઓછા વ્યાજ દરે લોન મેળવવાની લાલય આપી રૂ. ૪,૮૦૦/- ની ફરીયાદી સાથે છેતરપીંડી કરેલ છે. જે બાબતે સાયબર ક્રાઇમ પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.ન. ૧૧૧૮૫૦૧૦૨૫૦૦૦૭/૨૦૨૫ BNS કલમ ૩૧૮(૨),૩૧૮(૩),૩૧૯(૨) તથા IT Act કલમ ૬૬(સી),૬૬(ડી) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ.
જે બાબતે સદર ગુન્હાના મુળ સુધી પહોંચી ગુન્હાના આરોપીનો પર્દાફાસ કરી, મુખ્ય સુત્રધારની ધરપકડ કરવા સાયબર ક્રાઇમની ટીમ બનાવી, ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સ આધારે વર્ક આઉટ કરી મેહસાણાથી છેતરપીંડી કરનાર મુખ્ય સુત્રધાર આરોપીની ધરપકડ કરવામાં આવેલ. (૧) આશિષભાઇ રામજીભાઇ તલસાણીયા ઉ.વ. ૩૮ ધંધો - મિષાી હાલ રહે. ડી-૨, સારથી એર્પાટમેંટ, ટીબી રોડ, મહેસાણા. મુળ રહે. બ્લોક નં. ૬૯, આનંદ નગર કોલોની, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ,ની ધરપકડ કરી લીધી છે.
આરોપીને પોતાની કોઇ આવક માટેનો સ્ત્રોત ન હોવાથી સોસિયલ મિડીયા પ્લેટફોર્મ ફેસબૂક ઉપર લોન મેળવવા અંગેની ફેક પ્રોફાઇલ બનાવીએ તેના ઉપર ફેક જાહેરાતો મુકી જેના ઉપર વિશ્વાસમાં આવિ ગયેલ ભોગ બનનાર સાથે વિટ્સએપ પર વાતચીત કરી વિશ્વાસમાં લઇ. ઓછા વ્યાજ દરે પી.એમ. મુદ્રા લોન મેળવવાની લાલચ આપી ફરીયાદી/ભોગબનાર પાસેથી ઓનલાઇન પેમેન્ટ મેળવી લઇ છેતરપીંડી કરતો હતો.
સદર કામગીરીમાં (૧) વી. કે, કોઠીયા, પોલીસ ઇન્સ્પેકટર, સાયબર ક્રાઇમ પો.સ્ટે, દેવભુમી દ્વારકા, (૨) એન.એસ.ગોહિલ, (૩) એસ.વી.કાંબલીયા, પો.સબ ઇન્સ, (૪) પોલીસ હેડ કોન્સ્ટેબલ, ધરણાંતભાઈ બંધિયા, મુકેશભાઇ નંદાણીયા, પોલીસ કોન્સટેબલ, અજયભાઇ વાઘેલા, વુમન પોલીસ કોન્સટેબલ ધારાબેન કારેણા તથા સાયબર ક્રાઇમ ટીમ જોડાયેલ
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
