News of Tuesday, 24th June 2025
વિજય રૂપાણીની સેવાકીય પ્રવૃતિઓ ધ્રોલના પ્રજ્ઞાચક્ષુભાઇ અને માનસિક દિવ્યાંગ બહેનનો સહારો છીનવાયો
અરે, નીરજ... ધ્રોલવાળા શરદભાઈને પૈસા મોકલાઈ ગયા ? તેમનું બધું બરાબર ચાલે છે ને? માલતીબેનની દવાની જરૂર હોય તો જોઈ લેજે. બીજું કાંઈ જોઈતું હોય તો પૂછી લેજે. કાંઈ ઘટે નહીં. નીરજ પાઠક કહે છે, હા. પૈસા મોકલી આપું છું. કરિયાણાનું પણ કહી દઉં છું

(સંજય ડાંગર દ્વારા) ધોલઃ તા.ર૪, રાજકોટમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા ત્યારથી, વિજયભાઈ રૂપાણી ધ્રોલના શરદભાઈ અને માલતીબેનનું ધ્યાન રાખતા હતા. મુખ્યમંત્રી બન્યા પછી પણ તેમણે આ ભાઈ-બહેનની કાળજી લીધી. માલતીબેન માનસિક રીતે અસ્થિર છે અને શરદભાઈ અંધ એટલે તેમને દેખાતું નથી અને તેઓ અત્યંત કરુણ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. વિજયભાઈએ આજીવન આ ભાઈ-બહેનનું ધ્યાન રાખ્યું, જાણે કે તેમની વચ્ચે કોઈ ઋણાનુંબંધ હોય.
વિજયભાઈ રૂપાણી ધ્રોલના શરદભાઈ અને માલતીબેનનું ધ્યાન રાખતા હતા. મુખ્યમંત્રી બન્યા એટલે પહેલી વાર રાજકોટ આવતા સમાચાર મળ્યા એટલે માલતીબેન અને શરદભાઇ રાજકોટ મળવા ગયા ત્યારે વિજય ભાઈ ની મુખ્ય મંત્રી બન્યા એટલે તેમની સુરક્ષા હોય એટલે બહાર કોઈ આમને ઓળખતુ નો હોય એટલે મળવું મુશ્કેલ બન્યું મહા મહેનત એ કમાન્ડો ને શરદ ભાઇ એ રિક્વેસ્ટ કરી તમે એક વાર ખાલી તમારા સાહેબ ને કયો કે ધ્રોલ થી શરદ મામા અને માલતી બેન આવ્યા છે પછી ના પાડશે તો અમે અહીં થી વહી જાસુ પછી કમાન્ડોએ વિજય ભાઇ પાસે ગયા અને વાત કરી એટલે તરતજ વિજય ભાઇ એ કીધું કે એમને બોલાવો અહ્યા એમને ચા પાણી નાસ્તો કરાવો અને શરદ મામાં અને માલતી બેન જ્યારે પણ આવે એને આવા દેવાના અને કોઈ આઇ ડેન્ટીકાર્ડ આમની પાસે ના માંગવું..
ધ્રોલના જોડીયા મુખ્ય રસ્તાથી આશરે ત્રણ કિલોમીટર અંદર સાંકડી ગલીઓમાં મોરબી નાકાની પોસ્ટ ઓફિસ નજીક આવેલી ભાટિયા શેરી આવેલ છે ખંડેર જેવા જૂના મકાનો આવેલા છે. તેમાંથી એક મકાનમાં શરદભાઈ અને માલતીબેન બન્ને ભાઈ બહેન સાથે રહે છે. વિજયભાઈ રૂપાણી સાથેનો સંપર્ક માં કયાંથી આવ્યા જેમાં માલતીબેનના પુત્ર પપ્પુને (જે ત્યારે દસ વર્ષનો હતો) લઈને રાજકોટ પહોંચ્યા. વિજયભાઈએ તેમની વાત સાંભળી અને પપ્પુના વ્યવસ્થા કરી આપી. રિપોર્ટ આવતા જાણવા મળ્યું કે પપ્પુને બ્લડ કેન્સર હતું અને તે છેલ્લા તબક્કામાં હતું, જેને તાત્કાલિક સારવારની જરૂર હતી. આ ભાઈ-બહેન પાસે પૈસા નહોતા.વિજયભાઈએ તેમને ધરપત આપતા કહ્યું, ઙ્કજુઓ માલતીબેન, પપ્પુની ચિંતા ન કરો. હું તેને સાજો કરી દઈશ. તેને ભણાવીશ, નોકરી અપાવી દઈશ અને પરણાવી પણ દઈશ. રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિજયભાઈ હતા ત્યારે અમદાવાદ સિવિલમાં હોસ્પિટલ બધી વ્યવસ્થા કરાવી આપી અને પોતે ગાંધીનગર કોઈ કામથી હોય તો પણ પપ્પુના ખબરઅંતર પૂછવા અચૂક અમદાવાદ જતા.૧૮ દિવસ પછી પપ્પુને રજા મળી. શરદભાઈ અને માલતીબેન ધ્રોલથી દર મહિને પપ્પુને બતાવવા અમદાવાદ જતા અને તેનો ખર્ચો વિજયભાઈ આપતા. એકવાર શરદભાઈ વિજયભાઈ રૂપાણી પાસે રડી પડ્યા. પપ્પુ શરદભાઈને 'મામા' કહેતો હોવાથી વિજયભાઈ પણ શરદભાઈને મામા કહેવા લાગ્યા. વિજયભાઈએ શરદભાઈના ખભા પકડીને હૈયાધારણા આપી, ઙ્કરડો નહીં શરદમામા. પૈસાનું મહત્ત્વ નથી, દીકરો બચી જવો જોઈએ.ઙ્ઘ ૨૦૦૩માં ૧૩ વર્ષની ઉંમરે પપ્પુનું નિધન થયું. દીકરાના નિધન પછી માલતીબેનની માનસિક હાલત બગડી ગઈ અને આજે પણ તેમની માનસિકતા નબળી છે. વિજયભાઈ તેમને દર મહિને પૈસા દવા લઈ આપતા વિજયભાઈએ તેમને બંનેને એસ.ટી. બસનો પાસ કઢાવી આપ્યો હતો, જેથી તેમને પૈસા ન આપવા પડે. તેઓ મહિનામાં ગમે ત્યારે રાજકોટ વિજયભાઈના બંગલે જતા. આ મહિને, ૧૨ જૂને તેઓ વિજયભાઈના ઘરે પૈસા અને કરિયાણું લેવા નીકળ્યા. તેમની બસ માધાપર ચોકડીએ પહોંચી ત્યારે તેમની બહેન ઈન્દુબેનની દીકરી માધવીનો ફોન આવ્યો કે ‘મામા તમે સમાચાર સાંભળ્યા? અમદાવાદમાં પ્લેન ક્રેશ થઈ ગયું છે અને તેમાં રૂપાણી સાહેબ બેઠા હતા. તેમને ધ્રાસકો પડ્યો અને માધાપર ચોકડીએ ઉતરીને તેઓ ધ્રોલ પાછા ફરી ગયા. તેમને મનમાં થયું કે 'હે ભગવાન! વિજયભાઈને કંઈ ન થયું હોય તો સારું.'શરદભાઈ કહે છે કે તેમનું નાનું-મોટું કામ હોય, દવાખાનાનો ખર્ચો હોય, બધું વિજયભાઈ આપતા. રાજકોટ જાય તો વેપારીને ફોન કરી દેતા કે શરદભાઈ ને માલતીબેન આવે છે, તેમને જે જોઈએ તે આપી દેજો.ઙ્ઘ વિજયભાઈ સાથે તેમની કુદરતી લેણાદેવી હતી. આજના જમાનામાં સગાં મા-બાપ કે ભાઈ પણ કંટાળી જાય, પણ વિજયભાઈએ કયારેય અપમાન નહોતું કર્યું. તેમને જોઈને વિજયભાઈ હંમેશા સ્મિત કરતા. વિજયભાઈ સાથેના સંબંધોની તમામ વિગતો આપવામાં આવી હતી.. (૩૬-૮)
આ ભાઈ-બહેન જે ઘરમાં રહે છે તે તેમના વડવાઓના સમયનું ઘર છે. જૂનું, ખંડેર જેવી હાલત. અંદર નાનકડો બલ્બ ચાલુ, પાણીના બેરલ, હાંડા, માટલાં પડ્યાં હોય. રસોડામાં ચૂલો, ગેસનો બાટલો ને તૂટેલો-ફૂટેલો સામાન છે. લાકડાંની જુનવાણી સીડી છે. એમાં ઉપર જાઓ એટલે મોટી જગ્યા આવે. બાવા-ઝાળાં જામેલાં હોય. એક રૂમ છે, એમાં આડાઅવળાં કપડાં સુકાતા હોય, છત નબળી છે. વરસાદનું પાણી ટપકયા કરે. આ સ્થિતિમાં રહેતા અંધ ભાઈ અને માનસિક અસ્થિર બહેનનો સહારો વિજયભાઈ હતા.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
