<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

ખંભાળિયાથી લોકોને હોસ્પિટલે તથા કોર્ટમાં તથા સલાયા-દ્વારકા જવા માટેનું બંધ રેલવે ફાટક રેલવે તંત્રએ આખરે ખોલવું પડ્યુ

ભારે ઉહાપોહ થતા જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર અને નગરપાલિકા તંત્રને આ બાબતે તપાસ કરવાની સૂચના આપવા આવી હતી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૪ : આખરે ખંભાળિયામાંથી લોકોને હોસ્પિટલે તથા કોર્ટમાં જવા માટે તથા સલાયા-દ્વારકા જવા માટેનું બંધ રેલવે ફાટક રેલવે તંત્રએ ખોલવું પડ્યુ છે.

      ભારે ઉહાપોહ થતા જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા અંગત રસ લઇ અને પ્રાંત અધિકારી મામલતદાર અને નગરપાલિકા તંત્રને આ બાબતે તપાસ કરવાની સૂચના આપવા આવી હતી એ પછી રેલવે તંત્રને જે કામ કરવાનું છે તેમાં હાલ બે-ત્રણ મહિના સુધી ફાટક બંધ કરવાની જરૂર પણ પડે એમ નથી છતાં પણ ફાટક બંધ કર્યું હોય રેલવે તંત્રના કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓને એસડીએમ  કે. કે. કરમટા દ્વારા આદેશ આપવામાં આવતા આજે ફાટક ખુલી જતા રોજ પાંચ થી સાત હજાર લોકોને ૫ -૬ કિ.મી.નો ફેરો  હતો તે બંધ થઈ જતા લોકોએ ખૂબજ રાહતની લાગણી અનુભવી છે તથા મીડિયા જગત દ્વારા આ ગંભીર પ્રશ્ન ઉકેલવા જે જહેમત ઉઠાવવામાં આવી હતી તે ખૂબ પ્રશંસા પાત્ર બની છે.

(2:23 PM IST)