<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

કેશોદના માણેકવાડામાં ૧૩ કિલો સોનુ ચોરનાર ૩ ઝડપાયા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૨૪: પોલીસ મહાનિરિક્ષક નીલેશ જાંજડીયા તથા પોલીસ અધિક્ષક  સુબોધ ઓડેદરાની સુચનાથી પોલીસ અધિક્ષક બીસ.સી.ઠક્કર કેશોદ વિભાગ કેશોદના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી લેવાયા છે. જેમા ફરીયાદી અજયભાઈ સુરેશભાઈ ધાગડા ઉ.વ. ૨૭ ધંધો-નોકરી રહે ૧૦૨ નવકાર એપાર્ટમેન્‍ટ નાગેશ્વર જામનગર રોડ જી.રાજકોટવાળાઓના સહકર્મચારી આરોપી જીગ્નેશભાઈ નાથાભાઈ કુછડીયા રહે માણેકવાડા ગામ તા.કેશોદવાળાઓ જે.પી.એક્‍સપોર્ટ ગોલ્‍ડ એન્‍ડ ડાયમંડ જવેલરીમા નોકરી કરતા હોય જેઓ પોતાની સાથે ઉપરોક્‍ત જણાવેલ સોનુ લઈ સેલ્‍સમેન તરિકે નોકરી કરતા હોય જેઓ મુંબઈ બોરીવલી વેસ્‍ટ ખાતે સુમધુર સોસા. મા રોકાયેલ જ્‍યાથી આરોપીજીગ્નેશભાઈ નાથાભાઈ કુછડીયા રહે.માણેકવાડા ગામ તા.કેશોદવાળાએ ૧૩ કીલો ૪૫૫ ગ્રામ સોનુ જેની કી.રૂ ૧૩,૩૪,૬૨,૩૨૭/- નુ સોનાની ચોરી કરી મુંબઈથી નાસી ગયેલ હોવાની હકિકત અંગે મદદમાં રહેવાનું જણાવતા પોલીસ ઇન્‍સપેક્‍ટરશ્રી પી.એ. જાદવ તથા કેશોદ પોલીસના કર્મચારીઓ તથા એલ.સી.બી. જુનાગઢના પો.ઈન્‍સ.શ્રી જે. જે. પટેલ તથા સાથેના કર્મચારીઓ દ્વારા ટેકનીકલ તેમજ હ્યુમન સોસૌંસના આધારે વોચમા રહિ પેટ્રોલીંગ રહિ તથા એમ.એચ.બી પોલીસ સ્‍ટેશન મુંબઈ(મહારાષ્‍ટ્ર)ના એ.પી.આઈ, ગણેશ તારગે તથા તેઓની ટીમ સાથે રહિ તપાસમા હતા દરમ્‍યાન પો.ઈન્‍સ પી.એ.જાદવ કેશોદ પોલીસ સ્‍ટેશનનાઓને બાતમી મળેલ કે આ કામે આરોપી જીગ્નેશભાઈ નાથાભાઈ કુછડીયા રહે.માણેકવાડા ગામ તા.કેશોદવાળી તથા તેને મુંબઈથી કેશોદ સોના સાથે લાવનાર યશ જીવાભાઈ ઓડેદરા ઉ.વ.૨૧ રહે. માણેકવાડા ગામ તા.કેશોદવાળા બંન્ને જીગ્નેશ નાથાભાઈ કુછડીયાની વાડીએ છે જે મળેલ હકિકતના આધારે ત્‍યા જઈ આરોપી જીગ્નેશ નાથાભાઈ કુછડીયા તથા યશ જીવાભાઈ ઓડેદરા પાસેથી આશરે ૧ કીલો સોનુ મળેલ બાદ તેઓની પુછપરછ કરતા આરોપી જીગ્નેશએ બાકીનું સોનુ તેના પીતા નાથા હરદાસ કુછડીયાને આપી દીધેલ હોવાનું જણાવેલ જે અન્‍વયે કેશોદ પોલીસ તથા એલ.સી.બી. જુનાગઢ તથા એચ એમ.બી કોલોની પોલીસ સ્‍ટેશનની ત્રણેય ટીમ સધન પેટ્રોલીંગ તથા વોચમા રહિ આ કામના આરોપી નં(૩) નાથા હરદાસ કુછડીયા રહે.માણેકવાડા ગામ તા.કેશોદવાળાને પકડી તેની પાસેથી બાકીનુ સોનુ કબ્‍જે કરેલ છે જે ચોરીમા ગયેલ સોનુ વજન ૧૩ કીલો ૪૫૫ ગ્રામ સોનુ જેની કી.રૂ- ૧૩,૩૪,૬૨,૩૨૭/- નો તમામ ૧૦૦ ્રુ મુદામાલ રીકવર કરી આરોપી તથા મુદામાલ એમ.એચ.બી. પોલીસ સ્‍ટેશન મુંબઈ (મહારાષ્‍ટ્ર) ને સોંપી આપેલ છે અને હાલમાં આરોપીઓના ટ્રાન્‍જીસ્‍ટ વોરંટ મેળવવાની કામગીરી હાલમા ચાલુ છે.

 પોલીસે (૧) જીગ્નેશ નાથાભાઈ કુછડીયા ઉ.વ.૨૧ ધંધો નોકરી રહે માણેકવાડા ગામ ટીલોરી નદીના કાંઠે તા.કેશોદ (૨) યશ જીવાભાઈ ઓડેદરા ઉ.વ.૨૧ ધંધો ખેતી રહે માણેકવાડા ગામ માલબાપાના મંદીર સામે તા.કેશોદ (૩) નાથા હરદાસભાઈ કુછડીયા ઉ.વ.૪૫ ધંધો-ખેતી રહે.માણેકવાડા ગામ ટીલોરી નદીના કાંઠે તા.કેશોદની ૧૩ કીલો ૪૫૫ ગ્રામ સોનુ જેની કી.રૂ- ૧૩,૩૪,૬૨,૩૨૭/- સાથે ધરપકડ કરી છે.

આ કામગીરી કેશોદ પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર પી.એ.જાદવ, એલ.સી.બી. જુનાગઢના પો.ઈન્‍સ.જે.જે. પટેલ તથા ટીમ તથા એમ.એચ.બી પોલીસ સ્‍ટેશન મુંબઈ(મહારાષ્‍ટ્ર) ના એ.પી.આઈ. ગણેશ તારગે તથા તેઓની ટીમ વગેરે પોલીસ સ્‍ટાફએ  કરેલ છે. (તસવીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ

(3:37 PM IST)