તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
ધોરાજી સંજય નગરની મહિલાઓએ રોડ રસ્તાના પ્રશ્નને જમનાવડ રોડ પર મહિલાઓએ ચકાજામ કરી રામધૂન બોલાવી: નગરપાલિકા વિરુદ્ધમાં કર્યો વિરોધ
આઝાદીના વર્ષો બાદ પણ જમનાવડ રોડ સંજય નગર વિસ્તારમાં રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત: વોર્ડ નંબર 7 સંજયનગર વિસ્તારની મહિલાઓએ થાળી વેલણ વગાડીને પાલિકાને જગાડવા કર્યો પ્રયાસ

ધોરાજી:ધોરાજી સંજય નગરની મહિલાઓએ રોડ રસ્તાના પ્રશ્નને જમનાવડ રોડ પર મહિલાઓ એ ચકાજામ કરી રામધૂન બોલાવી નગરપાલિકાના વિરુદ્ધમાં વિરોધ કર્યો હતો
ધોરાજીના જમનાવડ રોડ સંજય નગર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી મહિલાઓ તેમજ આ વિસ્તારના રાહદારીઓ રોડ રસ્તા અને પાણીના પ્રશ્ન પરેશાન થઈ રહ્યા છે હાલમાં પ્રથમ વરસાદમાં જ આ વિસ્તારમાં કાદવ કિચડ થઈ જતા મોટરસાયકલ પણ ચાલતા નથી અને કાદવમાં ફસાઈ જાય છે આ બાબતે ધોરાજી નગરપાલિકાને અવાર નવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ નહીં આવતા આજે પ્રથમ સંજયનગર વિસ્તાર ની મહિલાઓ એ થાળી વેલણ વગાડી ને નગર પાલિકા ને જગાડવા પ્રયાસ કર્યો હતો પરંતુ તંત્રએ કોઈ ધ્યાન નહીં આપતા અને થાળી વેલણ વગાડી અને વિરોધ કરેલો પરંતુ તેનો અવાજ નગરપાલિકા સુધી નહીં પહોંચતા અંતે મહિલાઓએ પોતાના આક્રોશ સાથે ધોરાજીના જમનાવડ રોડ ઉપર જઈને રસ્તા નો ચક્કાજામ કર્યો હતો
રોસે ભરાયેલ મહિલાઓએ રસ્તા ઉપર બેસી જઈને રામધૂન બોલીને વિરોધ નોંધાવ્યો હતો આ સમયે તાત્કાલિક ધોરાજી સીટી પોલીસ સ્ટેશન દ્વારા સ્થળ ઉપર પહોંચીને મહિલાઓને વિખેરવાનો પ્રયત્ન કર્યો હતો અને મહિલાઓને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ મહિલા રામ ધુન દ્વારા પોતાનો અવાજ પહોંચાડતી હતી
રોસે ભરાયેલ આ વિસ્તારની મહિલાઓએ પોતાનો વિરોધ કરતા જણાવેલ કે આઝાદીના આટલા વર્ષો વીતી ગયા પણ ધોરાજીના સંજય નગર જમના વડે રોડ વિસ્તારમાં શહેરના વિકાસ કામો થતા નથી દર વર્ષે ચોમાસામાં અમારી મહિલાઓએ ચક્કાજામ કરીને વિરોધ કરવો પડે છે પરંતુ આ બાબતે કોઈ વ્યવહારુ ઉકેલ આવતો નથી નગરપાલિકાના સત્તાધિશો કે નગરપાલિકાના ચીફ ઓફિસર આ વિષય ઉપર સ્થળ ઉપર જોવા પણ આવતા નથી જે ખૂબ જ દુઃખની બાબત કહેવાય
આ સાથે મહિલાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવેલ કે આ વિસ્તારના તમામ લોકો ધોરાજી નગરપાલિકાને તમામ પ્રકારના ટેક્સ ભરે છે અને ન બને તો 18% વ્યાજ પણ વસૂલ કરે છે છતાં પણ સુવિધાના નામે કશું જ મળતું નથી જે દુઃખની બાબત કહેવાય
આ વિસ્તારમાં દર વર્ષે ચોમાસાના સમયમાં જ્યારે જ્યારે વિરોધ કરીએ છીએ ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવીને ખાતરી આપી જાય છે પરંતુ એક પણ કામ થયું નથી તે બાબતે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું
મહિલાઓએ પોતાનો રોષ પ્રગટ કરતા વધુમાં જણાવેલ કે હાલમાં અમારા વિસ્તારમાં કાદવ કિચનના કારણે કોઈ અચાનક બીમાર પડે તો 108 અંદર આવી શકે તેવી સ્થિતિમાં નથી એટલો કાદવ કિચન નો સામ્રાજ્ય થઈ ગયું છે અમારી માગણી છે કે તાત્કાલિક કાદવ કી ચલને ખસેડીને પાકા રસ્તા બનાવે અને ધોરાજી નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ વિસ્તારના રોડ રસ્તા બાબતે ઠરાવ કરીને કામ શરૂ કરવામાં આવે તેવી માગણી કરી હતી
આ સમયે સ્થાનિક પીએસઆઇ એ મહિલાઓને સમજાવીને રોડ ઉપરથી ઉભા કરીને વ્યવહારુ ઉકેલ લાવવામાં આવે તેવી રજૂઆત નગરપાલિકા સુધી પહોંચાડશો તેવું જણાવેલું મહિલાઓ શાંતિથી આંદોલન પૂર્ણ કરેલું હતું
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
