<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

પોરબંદરમાં 19 યુવક-યુવતીઓને બેંગકોક પટાયામાં નોકરીની લાલચ આપી એજન્ટે પડાવ્યા લાખો રુપિયા

પટાયામા ગુજરાતી સમાજના લોકો મદદ આવતા આ યુવક-યુવતિઓ પરત પોરબંદર ફર્યા

પોરબંદરમાંથી વિદેશ જાવાની ઘેલછામાં યુવાનો છેતરાયા હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોરબંદરના આંબેડકર નગરમાં રહેતા 19 જેટલા યુવક યુવતીઓ સાથે લાખોનો ફ્રોડ થયો છે. બેંગકોક પટાયામાં નોકરી આપવાની લાલચમા લાખો રૂપિયા એજન્ટે લીધા બાદ નોકરીના આપાવીને છેતર્યા છે, હાલ તો થાઇલેન્ડમાં ફસાયેલા તમામ યુવક યુવતી હેમખેમ પરત ફર્યા છે.

પોરબંદરના આંબેડકર નગરમાં રહેતા 19 જેટલા યુવક-યુવતીઓ સાથે લાખોનો ફ્રોડ થયો છે. તુષાર સાદીયા નામના શખ્સે આંબેડકર નગરમાં રહેતા 19 જેટલા યુવક-યુવતીઓને બેંગકોકના પટાયાની હોટેલમા નોકરી આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ યુવક-યુવતીઓએ પરિવારજનોને કહી વ્યાજે પૈસા લઇને તુષાર સાદીયાને આપ્યા હતા. પૈસા મળ્યા બાદ તુષાર સાદીયા પોરબંદરના તમામ 19 યુવક-યુવતીઓના બે માસના ટુરિસ્ટ વિઝા કરાવીને બેંગકોક પટાયા પહોંચાડયા હતા, બાદ તુષાર સાદીયા યુવક-યુવતીઓને બે-ત્રણ દિવસમાં નોકરી ઉપર ચડાવી દઇશ તેવુ આશ્વાશન આપ્યી રાખ્યા અને નોકરી પણ ના અપાવી અને પૈસા પણ પરત ના અપાવ્યા, જેના લીધે 19 જેટલા યુવક-યુવતીઓ રસ્તા પર આવી ગયા હતા. 

યુવક-યુવતીઓએ મીઠું, રોટલી અને પાણી ઉપર દિવસ પસાર કર્યા કયારેક તો પાણી પણ પીવા નથી મળ્યુ આવી પરિસ્થિતિમાં દિવસો પસાર કર્યા હતા તેવા સમયે પટાયામા ગુજરાતી સમાજના લોકો મદદ આવતા આ યુવક-યુવતિઓ પરત પોરબંદર ફર્યા હતા

પટાયામા ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતા તુષાર પટેલના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસના વિઝા પુરા થવાના બાકી હતા ત્યારે તેમને ખબર પડી કે કોઇ ગુજરાતી રસ્તામાં રઝડે છે ત્યારે તેઓ તાત્કાલિક તેમની મુલાકાતે ગયા ત્યારે તેઓએ તમામ યુવક-યુવતીઓનું રેસ્કયુ કરી ભોજન સહીત સુવિધા આપી બાદ ગુજરતના મહિપતસિંહ ચૌહાણનો સંપર્ક કરવામા આવ્યો જે સમાજ સેવાના કામ કરે છે તેમની સાથે વાતચીત કરતા તાત્કાલિક તેઓએ 19 યુવક યુવતીઓની ટીકીટ કરાવી આપી પોરબંદર સુધી પહોંચાડવા મદદ કરી હતી.

પોરબંદરમા વિઝા ફ્રોડના નામે અનેક લોકો સાથે છેતરપીંડ કરવામા આવે છે. નોકરીની લાલચ આપી છેતરપિંડી કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામા આવી હતી.

(7:25 PM IST)