<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

મોરબી-હળવદમાંથી બાઈક ચોરી કરનાર શખ્શ ત્રણ ચોરાઉ બાઈક સાથે ઝડપાયો.

કાનના ફળિયામાંથી નંબર પ્લેટ વગરના ત્રણ બાઈક મળ્યા : ત્રણ બાઈક કીમત રૂ ૪૫ હજારનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

 ( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : હળવદ અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ બે બાઈક સહીત કુલ ચોરાઉ બાઈક સાથે એક શખ્શને  ઝડપી લઈને એલસીબી ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે માળિયાના કાજરડા ગામે રહેતો આરોપી રજાક દોસમામદ મિયાણા ચોરી કરેલા મોટરસાયકલ તેના મકાને રાખેલ છે અને આરોપી પણ મકાને હાજર છે જે બતીને પગલે ટીમે રેડ કરી હતી અને મકાનના ફળિયામાંથી નંબર પ્લેટ વગરના ત્રણ બાઈક મળી આવતા ત્રણેય મોટરસાયકલના કાગળો અને આરસી બૂક માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું.

જેથી વિશેષ પૂછપરછ કરતા આરોપીએ મોરબીના લુંટાવદર ગામ અને હળવદ તાલુકાના દેવળિયા ગામ તેમજ ભચાઉ ખાતેથી બાઈક ચોરી કર્યાની કબુલાત આપી હતી એલસીબી ટીમે આરોપી રઝાક દોસમાંમદ કાજ્ડીયા( રહે કોય્બા ગામ પાસે મૂળ કાજરડા વાળા) ને ઝડપી લઈને ચોરી થયેલ ત્રણ બાઈક કીમત રૂ ૪૫ હજારનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


 

(1:15 AM IST)