તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
જય ગોપાલ...ના નારા અને આતશબાજી સાથે ટંકારામાં આમ આદમી પાર્ટીએ વિસાવદર પેટાચૂંટણીમાં ઐતિહાસિક વિજયની ઉજવણી કરી

ટંકારાઃ ગુજરાતના રાજકીય પટલ પર આમ આદમી પાર્ટી એ વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ જીતની ઉજવણી ટંકારામાં ભવ્ય રીતે કરવામાં આવી, જ્યાં પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોએ શ્નજય ગોપાલ, જય ગોપાલઙ્ખના ગગનભેદી નારા સાથે આતશબાજી ફોડી અને એક બિજા ના મોઢા મિઠા કરી આનંદની લાગણી વ્યક્ત કરી. વિસાવદર પેટાચૂંટણીમાં ખ્ખ્ભ્ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ જેવા મજબૂત પ્રતિસ્પર્ધીઓને પછાડીને મોટા માર્જિનથી વિજય મેળવ્યો છે. આ જીતને ગુજરાતના રાજકારણમાં ખ્ખ્ભ્ની વધતી તાકાત અને લોકોના વિશ્વાસના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે. ટંકારાના નગરજનો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આ વિજયને લોકશાહીની જીત ગણાવી અને ગોપાલ ઈટાલિયાના નેતળત્વની પ્રશંસા કરી. ઉજવણી દરમિયાન ટંકારા લતીપર ચોકડી ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જય ગોપાલના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આતશબાજીના રંગબેરંગી પ્રકાશથી આકાશ ઝગમગી ઉઠ્યું, આ પ્રસંગે સ્થાનિક આગેવાન પ્રકાશ દુબરીયા એ જણાવ્યું કે, વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂકયો છે, અને આ જીત લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની જવાબદારી લાદે છે. આ તકે ટંકારા આપ સંગઠન પ્રમુખ નરોત્તમ ગોસરા, ઉપપ્રમુખ રાજેશ રૈયાણી ટંકારા ટિમના ધર્મેન્દ્ર કક્કડ રાજન પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
