<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

શુક્રવારે કોટડાપીઠામાં પૂ.જસુમા મંદિરે વસાણી પરિવાર દ્વારા ધર્મોત્‍સવ

મુર્તિઓના પ્રાણ પ્રતિષ્‍ઠાનો પાટ ઉત્‍સવઃ પૂ.જસુમાના નૈવેદ્ય, બ્રહ્મભોજન, ધ્‍વજારોહણ સહિતના અષાઢી બીજના દિવસે કાર્યક્રમો

રાજકોટ, તા.૨૫: બાબરા તાલુકાના કોટડાપીઠામાં આવેલા પૂ.જસુમા મંદિરે તા.૨૭ને શુક્રવારે વસાણી પરિવાર દ્વારા ધર્મોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.

પૂજ્‍ય શ્રી કુળદેવી માતાજી, પૂજ્‍ય શ્રી સુરાપુરા દાદા, પુજ્‍ય શ્રી સુરધન દાદા, પુજ્‍ય શ્રી જસુમાં, પૂજ્‍ય શ્રી જલારામ બાપાની અસીમ કળપાથી સમસ્‍ત વસાણી પરિવાર દ્વારા નવ નિર્મિત મંદિરમાં સમસ્‍ત વસાણી પરિવારના કુળદેવી માતાજી, કરદેવી માતાજી અને કાપડાની માં ની મૂર્તિઓની અને પુજ્‍ય શ્રી જસુમાંની મૂર્તિનાં પ્રાણ પ્રતિષ્ઠા અને રામ દરબારની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો ‘પાટ ઉત્‍સવ' અને સંત શિરોમણી પુજય જસુમાંનાં નૈવેધ, યજ્ઞ, બ્રહ્મ ભોજન અને ધ્‍વજા રોહન અષાઢી બીજ તારીખ ૨૭/૬/૨૦૨૫ શુક્રવારે આયોજન છે.

જેમાં હેમાદ્રી પ્રયોગઃ સવારે ૭:૩૦ કલાકે, સ્‍થાપન પુજન ૯:૦૦ કલાકે, બીડું હોમવાનો સમય ૧૨ કલાકે, ધ્‍વજા આરોહણ ૧૦ કલાકે, બ્રહ્મ ભોજન ૧૨ કલાકે, મહાપ્રસાદ ૧ વાગ્‍યે યોજાશે.

યજમાનઃ કલ્‍પેશભાઇ ચંદુભાઈ વસાણી ગોંડલ, ગીરીશભાઈ વસાણી જેતપુર, પ્રફુલભાઈ વસાણી સાવરકુંડલા છે. શાષાીજી - જયેશભાઈ પંડ્‍યા છે.

ભાવિકોને પુજ્‍ય શ્રી જસુમાં મંદીર, કોટડા પીઠા, તાલુકોઃ બાબરા. આટકોટથી દસ કિલોમીટર, રાજકોટથી ભાવનગર જતા આટકોટ પછી આવે છે. જ્‍યાં કાર્યક્રમ યોજાશે.

સમસ્‍ત વસાણી પરીવાર દ્વારા ભાવિકોને આમંત્રણ પાઠવાયું છે. જો શકય હોય તો જે કોઈ હાજરી આપે એ ભકત ની સંખ્‍યા (વ્‍યવસ્‍થાનાં ભાગ રૂપે) અગાઉથી મો.૯૮૯૮૪૯૪૧૦૧ ઉપર જાણ કરવા યાદીમાં જણાવ્‍યું છે. 

(10:20 AM IST)