News of Wednesday, 25th June 2025
બોટાદના લાઠીદડ ખાતે તણાઈ ગયેલા મળતકોના પરિવારોને સહાયના ચેક અર્પણ
મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે રૂ.૮ લાખની સહાયના ચેક અર્પણ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૨૫: વિછીયા તાલુકાના સામાન્ય પરિવારના સાસુ વહુનું લાઠીદડ નજીક તણાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ પરિવારના ઘરે જઈને પરિવારજનોને સાંત્વના આપી હતી અને રાજ્ય સરકાર વતી સહાયના ચેક અર્પણ કર્યા હતા.
તાજેતરમાં બોટાદ જીલ્લામાં લાઠીદડ ખાતે વિંછીયા તાલુકાના રહીશ નયનાબેન યશવંતભાઈ વાવેતા, મંજુબેન કનુભાઈ વાવેતા વગેરેના લાઠીદળ ખાતે ઇકો ગાડીમાં ભારે વરસાદને કારણે તણાઈ જવાથી મુર્ત્યું થયુ હતું. કુદરતી આફતમાં ભારે વરસાદને કારણે મળત્યુ થયેલ હોય આ વિસ્તારના ધારાસભ્યશ્રી અને સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા સતત ફોલોઅપ લઇ મળતકોના પરિવારને સરકારમાંથી તુરંત સહાય મળે તે અંગે કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી. જેના પરિણામરૂમ સરકારમાંથી બંને મળતક એક જ પરિવારના હોય તેમના વારસદાર યશવંતભાઈ વાવેચાને રૂ. ૮ લાખની સહાય આપવામાં આવી હતી.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
