તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
આટકોટમાં મહાસતિ લોયણ માતાજીના સ્થાનકે અષાઢી બીજ મહોત્સવ ભવ્યતાથી ઉજવાશે

(હુસામુદ્દીન કપાસી, હિતેશ ગોસાઇ દ્વારા) જસદણ, તા.૨૫: જસદણના આટકોટ ગામે ભાદર નદીના કાંઠે આવેલા સમસ્ત લુહાર સુથાર અને પંચાલ સમાજના હજજારો લોકોના આસ્થાના કેન્દ્ર શ્રી મહાસતી લોયણ માતાજીના મંદિરમાં આગામી તા.૨૭ ને શુક્રવારના રોજ અષાઢી બીજ મહોત્સવ ૨૦૨૫ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ અંગે આ મંદિરમાં સૌરાષ્ટ્ર, ગુજરાતભરમાંથી લુહાર સુથાર અને પંચાલ સમાજના હજજારો ભાઈ બહેનો ઉમટી પડી લોયણ માતાજીના મંદિરમાં શીશ ઝુકાવશે આ અષાઢી બીજ મહોત્સવમાં આવનાર મહેમાનોને કોઈ હાલાકી કે તકલીફ વેઠવી ન પડે અને દરેક મહેમાનોની પાણી થી લઈ આરોગ્ય સુધીની વ્યવસ્થા કરવામાં આ મંદિરના ટ્રસ્ટીઓ અને સેવાભાવીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આટકોટમાં શ્રી મહાસતી લોયણ માતાજીના મંદિર ટ્રસ્ટના પ્રમુખ અને જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી જે પી રાઠોડએ આ મહોત્સવ અંગે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે અષાઢી બીજને શુક્રવારના દિવસે શ્રી મહાસતી લોયણ માતાજી ટ્રસ્ટના ઉપક્રમે આખો દિવસ કાર્યક્રમ યોજાશે જેમાં ગુજરાતભરમાંથી લુહાર સુથાર અને પંચાલ સમાજના ભાઈ બહેનો અને બાળકો ઉપરાંત સાધુ સંતો મહંતો અને રાજકીય આગેવાનો સમાજના પત્રકારો અને દાનવીરો આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહેશે તેમની ઉપસ્થિતિમાં સન્માન, ધ્વજારોહણ, શોભાયાત્રા સંતવાણી, સહિતના અનેક કાર્યક્રમો યોજાશે આટકોટમાં યોજાનારા અષાઢી બીજ મહોત્સવ અવસરે સમાજના ટ્રસ્ટીઓ અને સેવાભાવી યુવાનોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
