<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

કંડલા પોર્ટથી ગાંધીધામ જતાં હાઈવે ઉપર LPG ગેસ ભરેલું ટેન્કર પલટાયું

તંત્ર એલર્ટ, તાત્કાલિક પોલીસ અને આયર ફાઈટર ટીમ ઘટના સ્થળે ધસી ગઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ : કંડલા પોર્ટથી ગાંધીધામ જતાં હાઇવે ઉપર LPG ગેસ ભરેલ ટેન્કર પલટાઈ જતા દોડધામ મચી ગઈ હતી. જોકે, આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકે તંત્રની ટીમ ધસી ગઈ હતી. પોલીસ, અગ્નિશમન વિભાગ, કંડલા પોર્ટ અને વહીવટી તંત્રના અધિકારીઓએ તુરત જ પગલાં ભરી જોખમ ને ટાળ્યું હતું. પ્રાથમિક સમાચારો મુજબ સદ્દભાગ્યે કોઈ નુકસાન થયું નથી.

(12:09 PM IST)