<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

બાબરામાં હોટલે જમવાનું પાર્સલ લેવા ગયેલા હિતેષ પર હુમલો

એક શખ્‍સને હાથ અડી જતાં ધોકાવાળી કરી

રાજકોટ તા. ૨૫: બાબરામાં આંબેડકરનગરમાં  રહેતાં હિતેષભાઇ કાળાભાઇ સરવૈયા (ઉ.વ.૨૫) અને તેના કાકાના દિકરા મનિષભાઇ સરવૈયા રાતે સાડા દસેક વાગ્‍યે ગામાં આવેલી પૂજા વિહાર હોટલ પાસે જમવાનું પાર્સલ લેવા ગયા ત્‍યારે બે ત્રણ શખ્‍સોએ ઝઘડો કરી ધોકાથી માર મારતાં હિતેષભાઇને વધુ ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

હિતેષભાઇના કહેવા મુજબ પોતે અને ભાઇ મનિષ પાર્સલ લેવા ઉભા હતાં ત્‍યારે કારમાં રવિ, કિશન સહિતના શખ્‍સો પણ પાર્સલ લેવા આવ્‍યા હતાં. જેમાંથી એક શખ્‍સને મારો હાથ અડી જતાં બીજાએ જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી ઝઘડો કરી બાદમાં ધોકાથી હુમલો કર્યો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બાબરા પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરવામાં આવી છે. 

(1:45 PM IST)