News of Wednesday, 25th June 2025
જામનગરની જાણીતી સેવાકીય સંસ્થા "કેર ફોર હ્યુમેનિટી ફાઉન્ડેશન" દ્વારા સતત ત્રીજા વરસે ત્રીજું સેવાયજ્ઞ સફળતાપૂર્વક પૂર્ણ
૧ થી ૧૫ વર્ષની ઉંમરના બાળકો માટે ઓપન જામનગર ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું જેમાં ૨૦૦ બાળકોનુ અભૂતપૂર્વ પ્રદર્શન જોવા મળ્યું. સાંજના સમયે યોજાયેલ ટેલેન્ટ શોમાં ૫૦થી વધુ બાળકોએગીત, નૃત્ય અને વિવિધ પ્રતિભાઓ રજૂ કરી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૫ : તા. ૨૨ જૂનના રોજ “કેર ફોર હ્યુમેનિટી ફાઉન્ડેશન" "જામનગર” દ્વારા જાહેર જનતાને સમર્પિત ત્રિપ્રમુખ સેવાયજ્ઞ યોજાયો હતો. સવારથી શરૂ થયેલ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પમાં જામનગર ના નિષ્ણાત તબીબો તેમજ રાજકોટની જાણીતી વોક્હાર્ટ હોસ્પિટલના નિષ્ણાત તબીબો એ સેવા આપી હતી, જેમાં કુલ ૫૪૭ દર્દીઓએલાભ લીધો હતો
બપોર બાદ ૧ થી ૧૫ વર્ષની ઉંમરના બાળકો માટે ઓપન જામનગર ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું જેમાં ૨૦૦ બાળકોનુ અભૂતપૂર્વ પ્રદર્શન જોવા મળ્યું.
સાંજના સમયે યોજાયેલ ટેલેન્ટ શોમાં ૫૦થી વધુ બાળકોએગીત, નૃત્ય અને વિવિધ પ્રતિભાઓ રજૂ કરી સરાહના પામી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખશ્રી C.A. ઋષભ ઠક્કર ના માર્ગદર્શન નીચે ૫૦ સભ્યોની ટીમે એક મહિના જેટલી સતત મહેનત કરી, દાતાઓના સહયોગથી સમગ્ર આયોજનને સફળતા આપી.
આ કાર્યક્રમમાં કોઈ પણ નાત-જાતના ભેદભાવ વિના તમામ માટે ઓપન પ્રવેશ રાખવામાં આવ્યો હતો, જે આ સંસ્થાની સમાજસેવા માટેની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
