તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 25th June 2025
ધ્રોલ ખાતે શુક્રવારે મચ્છોમાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અષાઢી બીજ મહોત્સવ
ધ્રોલ ખાતે છેલ્લા ૧૬ વર્ષથી અષાઢી બીજ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં શોભાયાત્રા - મહાપ્રસાદનું આયોજન..

(સંજય ડાંગર-હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા. રપઃ ધ્રોલ ખાતે શુક્રવારે અષાઢી બીજના પાવન પર્વની પરંપરાગત ઉજવણી જગન્નાથપૂરી, અમદાવાદ સહિતના સ્થળોએ ભવ્ય રીતે કરવામાં આવે છે. આ પર્વની ભરવાડ સમાજના શ્રી પંચની મચ્છો માં - ધ્રોલ ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આગામી તા. ૨૭ જુલાઈ, શુક્રવારના રોજ ૧૬ માં અસાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આતકે સંતો-મહંતોની ઉપસ્થિતિ રહેશે.
શ્રી પંચની મચ્છોમાં ચેરીટેબલ ટ્રસ્ટ, ધ્રોલના ઉપક્રમે પપૂ. મહંત શ્રી ૧૦૦૮ શ્રી ઘનશ્યામપુરી ગુરુશ્રી શિવપુરી ગ્વાલીનાથ મહાદેવ - થરા, ૫.પૂ. મહંત શ્રી ગાંડુ ભગત શ્રી મચછું માતાજી મંદિર- મોરબી તેમજ પ. પૂ. મહંત શ્રી બાલારામ બાપુ મૂળાબાપાની જગ્યા-દ્વારકાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
અષાઢી બીજના દિવસે સવારે ૭-૩૦ કલાકે માતાજીનો અભિષેક, ૯-૩૦ કલાકે ભવ્ય શોભાયાત્રા, યજ્ઞ, ગણપતિ પૂજન તેમજ બપોરે ૧૨-૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સંજયભાઇ હિરાભાઇ ભુંડિયા હવનમાં સાતક બેસનાર છે. આ તકે સૌ ધર્મપ્રેમી ભાઈઓ -બહેનોને આ રૂડા અવસરે ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
