તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
શુક્રવારે જુનાગઢમાં ભવ્ય રથયાત્રા, ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા, ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નીકળશે
આ વર્ષે પ્રથમ વખત જળયાત્રાનું પણ આયોજન, તૈયારીઓ પૂર્ણ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. રપઃ જૂનાગઢના જગન્નાથજી મંદિર ખાતેથી અષાઢી બીજના પાવન દિવસે શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન ૨૭ જૂન, શુક્રવારના રોજ કરવામાં આવ્યું છે. જેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
શહેરના છાયા બજાર પાસે આવેલા ગંધ્રપવાડા વિસ્તારમાં આવેલ ભગવાન જગન્નાથજીનું મંદિર નવાબી યુગનું સ્મળતિચિホ છે. મંદિરમાં ભગવાન જગન્નાથ શ્યામ સ્વરૂપે, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી બિરાજમાન છે.
લોકકથા મુજબ આ મૂર્તિઓ કલ્પવળક્ષના થાળમાંથી નિર્મિત છે અને વર્ષોથી અવિચલિત રીતે યથાવત્ જળવાઈ છે.
અગાઉ જગન્નાથજીની રથયાત્રા વડીલો તથા ગ્રામજનો ઊંડી ભક્તિભાવ સાથે યોજતા હતા. રથયાત્રાનો રૂટ મંદિરથી દામોદરકુંડ સુધીનો હતી. યાત્રા બળદગાડામાં નીકળતી. ભાવિકો ઘંટ, શંખ અને નાદ સાથે સહભાગી થતા અને સમૂહભક્તિનો દ્રષ્ટાંત પૂરું પાડતા.
આ વર્ષે રથયાત્રાનો પ્રારંભ શુક્રવારની બપોરે ૩:૩૦ કલાકે જગન્નાથજી મંદિરથી થશે. નગરયાત્રા માટે મંદિરથી શરૂ કરીને સેજનો ઓટો, લીમડા ચોક, દીવાન ચોક, માલીવાડા, પંચહાટડી, આઝાદ ચોક, મહાત્મા ગાંધી રોડ, વણઝારી ચોક, રાણાવાવ ચોક, કાળવા ચોક, જવાહર રોડ પર થઈને મંદિરે પરત આવશે.
યાત્રામાં નગરભક્તો, સંતો,સ્ત્રી-પુરુષો, બાળકો તથા બહારથી આવેલ ભક્તો મોટી સંખ્યામાં જોડાશે.
જગન્નાથજી માટે ઙ્કનંદીઘોષઙ્ઘ રથ, બળભદ્રજી માટે ઙ્કતાલધ્વજઙ્ઘ રથ, સુભદ્રાજી માટે ઙ્કદેવી દલનઙ્ઘ રથ યાત્રામાં જોડાશે. દરેક રથનો શણગાર કલાત્મક તથા ધાર્મિક હોય છે. વિશેષ એ કે રથને દોરડાં વડે દોરવામાં આવે છે. જે ભક્તિનો ઉત્તમ પ્રતીક છે.
રથયાત્રા દરમિયાન સીંગદાણા, સાકરદાણા, રેવડી, સાકરીયા, ફણગાવેલ મગના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
આ વર્ષે પ્રથમ વખત 'જળયાત્રા'નું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેનો રૂટ ખરડેશ્વર વાડી (વાંજાવાડ) થી મંદિર સુધી રહેશે. જળયાત્રા બાદ ભગવાનને ઙ્કતાાન વિધિઙ્ઘ કરાવવામાં આવશે.
જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજી ત્રણેયના મુર્તિસ્વરૂપે હાથ નથી. લોકો માનતા આવે છે કે આ પુરીની કથા મુજબ છે જ્યાં ભગવાન વિશ્વકર્માએ અધૂરી મૂર્તિ બનાવી હતી અને તે સ્વરૂપે જ પૂજા કરવામાં આવે છે. રથયાત્રામાં જેતપુરથી પુરૂષોનું સત્સંગ મંડળ ખાસ વષા ધારણ કરી ઉત્સાહભેર ભાગ લેશે
અમદાવાદથી દક્ષાબેન મહેતા નામના ભક્ત દર વર્ષે ખાસ રથયાત્રામાં ભાગ લેવા આવે છે. પહીદ વિધિ અને નગરસ્વાગત રથયાત્રાના માર્ગે સફાઈ થાય છે જેને પહીદ વિધિ કહે છે. સાવરણી વડે રસ્તાઓ પવિત્ર કરવામાં આવે છે. વેપારીઓ, રહેવાસીઓ તેમજ રસ્તાના આજુબાજુના લોકોએ ફૂલ અને પુષ્પ વરસાવવાનું આયોજન કર્યું છે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
