News of Wednesday, 25th June 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનનાં સુસવાટા ધીમા પડયાઃ વાદળા યથાવત
મિશ્ર વાતાવરણ બરકરારઃ ગરમીમાં સામાન્ય વધારો

રાજકોટ, તા. રપઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનના સુસવાટા ધીમા પડયા છે જો કે વાદળા યથાવત છે.
આવા વાતાવરણ વચ્ચે કયાંક-કયાંક હળવો-ભારે વરસાદ પડી જાય છે. હાલમાં મિશ્ર વાતાવરણ બરકરાર છે અને ગરમીમાં સામાન્ય વધારો થયો છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લધુતમ તાપમાન ર૮ સે.ગ્રે., મહતમ તાપમાન ૩૪ સે.ગ્રે., ભેજનું પ્રમાણ ૯ર ટકા, પવનની ગતિ ૧૧ કિ.મી. રહી હતી.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જીલ્લાના માંગરોળ અને માળીયાહાટીનામાં ઝાપટા પડયા છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
