<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

દેવતણખીધામ મજેવડીમાં અષાઢી બીજનો બે દિવસીય મહોત્‍સવ

રાજકોટ તા. ૨૫ : દેવતણખીધામ મજેવડીમાં અષાઢી બીજના ઉત્‍સવનું લુહાર જ્ઞાતિ સમાજ દ્વારા આયોજન કરાયુ છે.

તા. ૨૬ ના ગુરૂવારે રવિરાંદલો માતાજીના લોટા ઉત્‍સવ, તા. ૨૭ ના શ્રી દેવતણખીદાદા અને લિરલબાઇ માતાજીનું પૂજન આરતી કરાશે. સવારના સમયે જનરલ સભા પણ સાથે રાખેલ છે. જેમાં સંતો અને સમાજ અગ્રણીઓનુ઼ બહુમાન કરાશે. બપોરે બેન્‍ડવાજા સાથે ભવ્‍ય શોભાયાત્રા યોજવામાં આવશે. માતાજીના મામેરા પુરાશે. ધજા ચડાવાશે. મહાપ્રસાદની પણ વ્‍યવસ્‍થા રાખેલ છે. તેમ રાજકોટના નિરંજન એન. પરમાર (મો.૯૮૨૫૧ ૫૦૧૬૫)ની યાદીમાં જણાવાયુ છે. 

(3:25 PM IST)