<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

ભુલકાઓના ઉજ્જવળ ભવિષ્‍યનું પ્રથમ સોપાનઃ હવે સરકાર ઉજવશે આંગણવાડી પ્રવેશોત્‍સવ ૨૦૨૫

છેલ્લા ત્રણ વર્ષમાં ૫ લાખથી વધુ બાળકોએ આંગણવાડી પ્રવેશોત્‍સવ અંતર્ગત પ્રવેશ મેળવ્‍યોઃ અંદાજે ૭૭,૫૭૦ કુમાર તથા ૭૩,૩૭૯ કન્‍યાઓ એમ મળીને રાજ્‍યની ૫૩ હજારથી વધુ આંગણવાડીઓમાં ૧.૫૦ લાખથી વધુ બાળકોને ચાલુ વર્ષે પ્રવેશ અપાશેઃ આંગણવાડી પ્રવેશમાં ગુજરાતનું નામાંકન ૮૭.૬ ટકા નોંધાયું

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૨૫: રાજ્‍યના બાળકોના સર્વાંગી વિકાસ અને સુવર્ણ ભવિષ્‍ય માટે તેમને યોગ્‍ય પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી ૩ થી ૬ વર્ષના ભૂલકાઓને આંગણવાડીમાં દાખલ કરવા માટે દર વર્ષે આંગણવાડી પ્રવેશોત્‍સવ યોજવામાં આવે છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના નેતળત્‍વમાં આ વર્ષે રાજ્‍યની ૫૩ હજારથી વધુ આંગણવાડીઓમાં અંદાજે ૧.૫૦ લાખથી વધુ ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવશે. જેમાં ૭૭,૫૭૦ કુમાર તથા ૭૩,૩૭૯ કન્‍યાઓનો સમાવેશ થાય છે.

રાજ્‍ય સરકારના સૌને શિક્ષણ આપવાના અવિરત પ્રયાસો થકી બાળકોનું ભવિષ્‍ય ઉજ્જવળ બની રહ્યું છે ત્‍યારે આંગણવાડી પ્રવેશોત્‍સવ અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં ૫ લાખથી વધુ બાળકોએ આંગણવાડીમાં પ્રવેશ મેળવ્‍યો છે જેમાં ૨.૬૮ લાખ કુમાર અને ૨.૫૩ લાખથી વધુ કન્‍યાઓનો સમાવેશ થાય છે. આંગણવાડી પ્રવેશમાં ગુજરાતની નામાંકન ટકાવારી સમગ્ર દેશ કરતા વધુ છે.

આંગણવાડીમાં ૩ થી ૬ વર્ષના બાળકોને રમતો અને પ્રવળત્તિઓના આધારે અનૌપચારિક શિક્ષણ આપવામાં આવે છે તેમજ બાળકોનો શારીરિક, ભાષાકીય, બૌદ્ધિક, સામાજિક અને ભાવનાત્‍મક વિકાસ થાય તેવું હુંફાળું વાતાવરણ પુરુ પાડવામાં આવે છે.

આંગણવાડીમાં અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણના અભ્‍યાસક્રમ આધારિત વિવિધ પ્રવળત્તિઓ જેમ કે સર્કલ ટાઈમ, થીમ આધારિત ચર્ચા ગીત, સંગીત, વાર્તા, ઉખાણા, જોડકણા દ્વારા બાળકોને ગમ્‍મત સાથે જ્ઞાન આપવામાં આવે છે ઉપરાંત વાલીઓ માટે ડિજિટલ કેલેન્‍ડર તૈયાર કરવામાં આવે છે.

આ ઉપરાંત ‘મારી વિકાસયાત્રા' બુક દ્વારા બાળકોના સર્વાંગી વિકાસની દેખરેખ રાખવામાં આવે છે. બાળકોને વિશેષ પ્રવળત્તિઓ કરવામાં આવે છે, જેમાં બાળ દિવસની ઉજવણી, વિવિધ તહેવારોની ઉજવણી, રમતોત્‍સવ તથા પ્રાયોગિક અનુભવો થાય તે હેતુથી બાળ મેળાઓ પણ યોજવામાં આવે છે. વૈજ્ઞાનિક રીતે બાળકના સર્વાંગી વિકાસ માટે વિવિધ શૈક્ષણિક કીટનો ઉપયોગ કરી ચિટકકામ, માટીકામ, છાપકામ, ગડીકામ, રંગકામ જેવી પ્રવળત્તિઓ કરવામાં આવે છે.

આધુનિક ટેક્રોલોજી દ્વારા બાળકોને માર્ગદર્શન અને શિક્ષણ આપવા માટે ઉંબરે આંગણવાડી યુટયુબ દ્વારા અભ્‍યાસક્રમ આધારિત કાર્યક્રમો જેવા કે, બાળઆનંદ, સર્જનાત્‍મક, રચનાત્‍મક પ્રવળત્તિઓ ઉપરાંત માતા-પિતા અને વાલીઓ માટે પોઝિટિવ પેરેન્‍ટિંગના કાર્યક્રમો પણ યોજાય છે

(3:36 PM IST)