તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
જામકંડોરણા તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતના સરપંચ અને બે સભ્યની ચુંટણીના પરિણામો જાહેર
તાલુકાના પાદરીયા ગામના સરપંચ તરીકે જયદેવસિંહ વાળા, બરડીયામાં આનંદબા ચૌહાણ, બાલાપરમાં નાથાભાઈ પરમાર વિજેતા

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા તા.૨૬: તાલુકામાં બરડીયા ગ્રામ પંચાયતના સરપંચની પેટા ચુંટણી તેમજ પાદરીયા તથા બાલાપર ગ્રામ પંચાયતના સરપંચની સામાન્ય ચુંટણી યોજાઈ હતી અને બાલાપર ગ્રામ પંચાયતના બે વોર્ડની ચુંટણી યોજાઈ હતી. જામકંડોરણા મામલતદાર કચેરીએ મત ગણતરી કેન્દ્ર ખાતે મામલતદારશ્રી અને ચુંટણી અધિકારીની ઉપસ્થિતિમા મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં બરડીયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે આનંદબા દેવુભા ચૌહાણ ૬૪૬ મત સાથે વિજેતા જાહેર થયા હતા જયારે પાદરીયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જયદેવસિંહ બહાદુરસિંહ વાળા ૧૭૦ મત સાથે વિજેતા જાહેર થયા હતા તેમજ બાલાપર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે નાથાભાઈ વિરાભાઈ પરમાર ૪૪૯ મત સાથે વિજેતા જાહેર થયા હતા તેમજ બાલાપર ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે નિતિનભાઈ પસોતમભાઈ ખુંટ ૭૭ મતે વિજેતા જાહેર થયા હતા અને બાલાપરમાં બીજા સદસ્ય તરીકે હિતેશભાઈ જીવરાજભાઈ રાણપરીયા ૮૨ મત સાથે વિજેતા જાહેર થયા હતા. મતગણતરી કેન્દ્ર બહાર આ ત્રણેય ગામોના ઉમેદવારોના ટેકેદારો તથા સમર્થકો પરિણામ જાણવા ઉત્સુક હતા અને પરિણામ જાહેર થતાની સાથે જ વિજેતા થયેલ સરપંચશ્રીઓ તેમજ સદસ્યોને ટેકેદારો તથા સમર્થકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
