<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

વઢવાણમાં મકાન ધરાશાયી

 

વઢવાણ, તા.૨૬: સુરેન્‍દ્રનગર-વઢવાણ શહેરી વિસ્‍તારોમાં વરસાદી વાતાવરણમાં વીજપોલ, કાચા સહિતના મકાનો પડવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્‍યારે નવાદરવાજા બહાર શેરી નં. ૬માં બળદેવભાઈ હમીરભાઇ સોલંકી અને તેમના પત્‍ની, દીકરી તેમજ ૨ દીકરા મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્‍યારે આ શેરીમાં આવેલા એક મકાનમાં તેઓ રહે છે. પરંતુ મંગળવારની રાત્રિના સમયે ધીમી ધારે વરસતા વરસાદના કારણે મકાનમાંથી ભોજન કરીને બળદેવભાઈના પત્‍ની, દીકરી તેમજ ૨ સંતાન બાજુના ઘરમાં સૂવા માટે ગયા હતા.જ્‍યારે બળદેવભાઈ મકાનમાં સૂતા હતા. ત્‍યારે રાત્રિના અંદાજે ૨ કલાકના સમયે એકાએક નળીયા, પતરાઓ સાથેનું મકાન ધરાશાયી થતા દોડધામ મચી ગઇ હતી.

એકાએક મકાન પડવાના કારણે બળદેવભાઈને પગ સહિતના ભાગે ઇજાઓ પહોંચી હતી. બળદેવભાઈના દીકરાઓ સાગરભાઇ અને વિશાલભાઇએ જણાવ્‍યું કે, વરસાદી વાતાવરણ હોવાથી અમે ૪ લોકો જમીને બાજુના ઘરમાં સૂવા ગયા હતા. જ્‍યારે મારા પિતાજી જે મકાન પડ્‍યું તેમાં સૂતા હતા. તેઓને ઇજાઓ પહોંચી હતી.  મકાન પડવાથી ઘરનો તમામ સરસામાન તેમજ પંખા સહિતના વીજઉપકરણોને નુકસાન થયું હતું.

(11:53 AM IST)