તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિ અને જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના ટૂંપણી ગામે યોજાયો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫
સસલા અને કાચબાની વાર્તા વર્ણવીને શ્રમ, સાતત્ય, સંપ, એકતા વગેરેનો બોધ આપ્યો, બાળકોને શિક્ષકોનો આભાર માનવા, હોંશિયાર વિદ્યાર્થી નબળા વિદ્યાર્થીને સાથે લઈને આગળ વધારવા જેવી શીખ આપી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૬ : ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવશ્રી ડો જયંતિ રવિ અને જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની વિશેષ ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા દ્વારકા(ઓખામંડળ) તાલુકાના ટૂંપણી ગામે ટૂંપણી પ્રાથમિક શાળા, વાડી શાળા અને માધ્યમિક શાળાઓના સંયુકત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉત્સવ ૨૦૨૫ યોજાયો હતો.
વાડી શાળા અને સ્કૂલ ઓફ એક્સેલન્સ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં અધિક મુખ્ય સચિવશ્રીએ બાળકોને રસ પડે તે રીતે સસલા અને કાચબાની વાર્તા વર્ણવીને શ્રમ, સાતત્ય, સંપ, એકતા વગેરેનો બોધ આપ્યો હતો. ઉપરાંત, બાળકોને શિક્ષકોનો આભાર માનવા, હોંશિયાર વિદ્યાર્થી નબળા વિદ્યાર્થીને સાથે લઈને આગળ વધારવા જેવી શીખ આપી હતી.
કલેક્ટરશ્રીએ બાળકો સાથે વાતચીત કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ વાલીઓને બાળકોની સ્વચ્છતા, અભ્યાસ અને તંદુરસ્તી ત્રણે પર ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં આંગણવાડીના ૪ કુમાર અને ૨ કુમારી એમ કુલ ૬, તેમજ બાલવાટિકાના ૧૨ કુમાર અને ૧૫ કુમારી એમ કુલ ૨૭, ધોરણ ૧ના ૯ કુમાર અને ૮ કુમારી એમ કુલ ૧૭, ધોરણ ૯ના ૫ કુમાર અને ૨ કુમારી એમ કુલ ૭ બાળકોને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના બાદ મહાનુભાવોનું સ્વાગત ખેસ અને પુસ્તક દ્વારા કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર તેમજ સ્કોલરશીપ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને ભેટ આપવામાં આવી હતી. દાતાશ્રીઓને પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે સરપંચશ્રી ભારતીબેન, પ્રાંત અધિકારી અમોલ અવતે,જિલ્લા શિક્ષણાધિકારી એચ.આર. જાડેજા, ગામ અગ્રણીઓ અને ગ્રામજનો તેમજ શાળાના બાળકો અને શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉપરાંત અધિક મુખ્ય સચિવશ્રી તેમજ કલેક્ટરશ્રીએ ગામ અગ્રણીઓ અને શિક્ષકો સાથે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં મહાનુભાવોના હસ્તે "એક પેડ મા કે નામ" અંતર્ગત શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
