<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

જૂનાગઢ કેશોદમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર: 4 ઇંચ વરસાદ ખાબકતા નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં રોડ પાણી ગરકાવ: ભારે વરસાદથી શહેરમાંથી પસાર થતો ટીલોરી વોકળો બે કાંઠે વહ્યો

 જૂનાગઢ કેશોદમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. કેશોદમાં 3 ઈંચથી વધુ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા છે. કેશોદ શહેરના નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં રોડ પાણી ગરકાવ થયા છે. ભારે વરસાદથી શહેરમાંથી પસાર થતો ટીલોરી વોકળો બે કાંઠે વહ્યો છે. નદી નાળામાં પાણી સાથે કચરો વહેતા પાલિકાના પ્રિ-મોન્સુન કામગીરી અંગે અનેક સવાલ ઉભા થયા છે.

(7:41 PM IST)