<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

જામનગર તથા દેવભૂમિ દ્વારકાના સાંસદ પુનમબેન માડમના પ્રયત્નોથી જામનગર ફેકટરી ઓનર્સ એસો ,ની કારોબારી સમિતિની ચુંટણી ટળી

જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનની વર્ષ ૨૦૨૫/૨૮ માટેની કારોબારી સમિતિના ૨૩ જેટલા ઉમેદવારો બિનહરીફ ચુંટાયેલા જાહેર

જામનગર :ઉદ્યૌગ જગતની અગ્રગણ્ય તથા પ્રતિષ્ઠિત સંસ્થા જામનગર ફેકટરી ઓનર્સ એસેસીએશનની વર્ષ ૨૦૨૫/૨૮ માટેની કારોબારી સમિતિની ચુંટણી માટેનું મતદાન આગામી તા.:-૨૮/૦૬/૨૦૨૫ ને શનિવારના રોજ યોજાનાર હતું પરંતુ ઉધૌગકારોમાં કોઈ વૈમનસ્ય ન સર્જાય અને પરસ્પર એકતા જળવાઈ રહે તથા સાથોસાથ એસોસીએશનનું ગૌરવ તથા ગરીમા જળવાઈ રહે તે માટે જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદપુનમબેન માડમે મઘ્યસ્થી કરી, નિષ્પક્ષપણે નિષ્ઠાપુર્વકના કરેલા અથાગ પ્રયત્નોના પરિણામે તથા બન્ને પક્ષના ઉધૌગકારમીત્રોએ દાખવેલ સમજ, ભાઈચારાની ભાવનાને કારણે અન્ય ઉદ્યૌગકારમીત્રોએ એકબીજાના સમર્થનમાં તેમના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી લેતા ચુંટણી કરવાની જરૂર પડી નથી અને જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનની વર્ષ ૨૦૨૫/૨૮ માટેની કારોબારી સમિતિના ૨૩ જેટલા ઉમેદવારો બિનહરીફ ચુંટાયેલા જાહેર કરવામાં આવેલ છે.

(8:16 PM IST)