<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

મોરબીના મકનસર નજીક ડીઝલ ચોરી કરનાર રાજ્યવ્યાપી ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ.

ચાર શખ્શોને રૂ. ૩.૬૧ લાખના મુદામાલ સાથે ઝડપી લેવામાં સફળતા મળી.

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબીના મકનસર નજીકથી બે વાહનોમાંથી આશરે ડીઝલ લીટર ૩૩૦ કીમત રૂ ૨૯,૭૦૦ ની ચોરી કરવામાં આવી હતી જે ચોરીની ફરિયાદ નોંધી પોલીસે તપાસ ચલાવતા રાજ્યવ્યાપી ડીઝલ ચોરી કરતી ગેંગને ઝડપી લઈને ચાર ઈસમોની ધરપકડ કરવામાં આવી છે પોલીસે 3.૬૧ લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી સાજ છે.

મૂળ રાજસ્થાનના વતની અને હાલ કચ્છના મુન્દ્રા રહેતા કરનારામ ધરમારામ સાંઈ નામના ટ્રક ચાલકે કાળા કલરની બલેનો કારમાં આવેલ ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪ જુનના રાત્રીના ચારેક વાગ્યાના અરસામાં કારમાં આવેલ ચાર અજાણ્યા ઈસમોએ નેશનલ હાઇવે પર મકનસર ગામ નજીક ફરિયાદીના ટ્રેઇલર અને દેવ્સંગભાઈના આઈસર ટેમ્પોની ડીઝલ ટાંકીમાંથી પાઈપ વડે કેરબામાં ડીઝલ ભરી આશરે ડીઝલ લીટર ૩૩૦ કીમત રૂ ૨૯,૭૦૦ ની ચોરી કરી નાસી ગયા હતા મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં ડીઝલ ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપી અજય છનાભાઇ ચૌહાણ, જીગ્નેશ ભરતભાઈ ખેર, વિક્રમ ભગવાનસિંગ ચાવડા અને ધર્મેન્દ્ર પ્રવીણસિંહ પરમાર એમ ચારને ઝડપી લીધા હતા.
અન્ય આરોપીઓ ચોરી કરેલ ડીઝલ લેનાર ત્રણ આરોપીઓ મોબતસિંહ ધીરૂભાઈ પરમાર, નીકુલ દીલુભાઈ પરમાર, બળદેવ પટેલ (રહે ત્રણેય હળવદ) તેમજ ચોરીના ગુનામાં બલેનો કાર ડીઝલ ચોરી કરવા આપનાર આરોપી દેવરાજ ઉર્ફે દેવાભાઈ બળદેવભાઈ કોપેણીયા( રહે નરાળી તા. ધ્રાંગધ્રા )અને ઋતુરાજસિંહ બલદેવસિંહ પરમાર (રહે જશાપર તા. માળિયા )એમ પાંચ આરોપીના નામો ખુલ્યા છે.
મોરબી તાલુકા પોલીસે આરોપીઓ પાસેથી બલેનો કાર કીમત રૂ 3.૫૦ લાખ, ખાલી પ્લાસ્ટિક કેરબા નંગ ૧૧, નાના મોટા ડીસમીસ નંગ ૦૪, એક પકડ, નાના મોટા પાનાં નંગ ૦૪, બે મોબાઈલ કીમત રૂ ૧૦ હજાર અને ડીઝલ કાઢવાની પાઈપ સહીત કુલ રૂ 3,૬૧,૪૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર છે આરોપી જીગ્નેશ ખેર વિરુદ્ધ હળવદમાં ત્રણ ગુના, આરોપી દેવરાજ વિરુદ્ધ હળવદમાં ત્રણ ગુના, આરોપી અજય ચૌહાણ વિરુદ્ધ વડોદરા અને પંચમહાલ જીલ્લામાં છ ગુના અને આરોપી વિક્રમ વિરુદ્ધ ડાકોર અને ઉમરેઠ પોલીસ મથકમાં બે ગુના નોંધાઈ ચુક્યા છે

(11:13 PM IST)