તા. ૨૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાવદ – ૮ શુક્રવાર
News of Thursday, 26th June 2025
મોરબીના મહાનગરપાલિકામાં સોફ્ટવેર અપગ્રેડેશનને પગલે 28 જુન થી 10 જુલાઈ વેરા ભરવાની કામગીરી બંધ રહેશે
પ્રોપર્ટી ટેક્સ, વ્યવસાય વેરો અને ગુમાસ્તા ધારાની ફી ઓનલાઈન કે ઓફલાઈન ભરી શકશે નહિ

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી મહાનગરપાલિકા દ્વારા ઈ-નગર સોફ્ટવેરમાં આવતી મુશ્કેલીઓ નિવારવા અને વિવિધ સેવાઓ માટે વપરાતા સોફ્ટવેરને અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી તા. ૨૮ જુનથી તા. ૧૦ જુલાઈ સુધી કામગીરી બંધ રહેશે.
મહાનગરપાલિકા દ્વારા નાગરિકો ઓનલાઈન પેમેન્ટ સરળતાથી કરી સકે તે માટે હાલ ઉપયોગમાં લેવાતા ઈ નગર સોફ્ટવેર અપગ્રેડેશન કામગીરી કરવાની હોવાથી તા. ૨૮ જુનથી તા. ૧૦ જુલાઈ સુધી વિવિધ મોડ્યુલ્સની સેવાઓ બંધ રહેવાને કારણે નાગરિકો આ સમયગાળા દરમિયાન પ્રોપર્ટી ટેક્સ, વ્યવસાય વેરો અને ગુમાસ્તા ધારાની ફી ઓનલાઈન કે ઓફલાઈન ભરી શકશે નહિ તેમજ ઈ નગર મારફત આવતી જાહેર જનતાની ફરિયાદની નોંધણી થઇ શકશે નહિ તેમ યાદીમાં જણાવ્યું છે.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
