તા. ૨૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાવદ – ૮ શુક્રવાર
News of Thursday, 26th June 2025
મોરબી જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાની બેઠક 4 જુલાઈએ મળશે.
બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓ તેમજ પંચાયતના ચૂંટાયેલા સદસ્યો ઉપસ્થિત રહેશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાની બેઠક તા. ૦૪ જુલાઈને શુક્રવારે બપોરે ૧૨ કલાકે જીલ્લા પંચાયત મોરબીના સભાખંડમાં મળશે જે બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓ તેમજ પંચાયતના ચૂંટાયેલા સદસ્યો ઉપસ્થિત રહેશે.
જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, ગત બેઠકના ની અમલવારીને બહાલી આપવા, જીલ્લા પંચાયતની જુદી જુદી સમિતિની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, સ્વૈચ્છિક ગ્રાન્ટમાંથી ફાળવેલ ગ્રાન્ટને બહાલીની અપેક્ષાએ આપેલ વહીવટી મંજૂરીના કામોને બહાલી આપવા, માર્ગ અને મકાન વિભાગના રોડની બાજુમાં સમાંતર અને ક્રોસિંગથી સિંચાઈ માટેની પાઈપ લાઈન નાખવા માટે ભાડા અને ડીપોઝીટ રકમ મુક્ત કરવાની મંજુરી અપાતા આગામી સામાન્ય સભાની મંજુરીની અપેક્ષાએ કરેલ ઠરાવને બહાલી આપવા, શહેરી વિસ્તારમાં આવતા રસ્તાઓ મોરબી મહાનગરપાલિકાને સોપવાની દરખાસ્ત બાબત, ડીડીઓનં જુનું વાહન રદ કરી નવું વાહન ખરીદવાની મંજુરી આપવા, તેમજ અન્ય વિકાસ કાર્યો સહીત કુલ ૧૭ એજન્ડાઓ અંગે ચર્ચા કરીને મંજુરીની મહોર લગાવવામાં આવશે.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
