News of Friday, 27th June 2025
બામણબોરમાં ત્રીસ વર્ષનો યુવાન સંજય બાવળીયા સુતા બાદ જાગ્યો જ નહિ
હૃદય બેસી જતાં મૃત્યુઃ પિતા-પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૨૭: હૃદય બેસી જવાની ઘટના વધુ એક વખત જીવલેણ નિવડી છે. રાજકોટના બામણબોરમાં ત્રીસ વર્ષના યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. રાતે સુતા બાદ આ યુવાન ન જાગતાં બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.જાણવા મળ્યા મુજબ બામણબોર રહેતો સંજયભાઇ વશરામભાઇ બાવળીયા (ઉ.વ.૩૦) સવારે સાડા પાંચેક વાગ્યે પથારીમાં બેભાન જોવા મળતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, મહેશભાઇ, શક્તિસિંહ, ધર્મેન્દ્રભાઇ, પ્રશાંતભાઇએ એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર સંજયભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને કારખાનામાં મજૂરી કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. સવારે કારખાને જવાનું હોઇ પત્નિ તેને જગાડવા ગયા ત્યારે નહિ જાગતાં પરિવારજનોને બોલાવી સારવાર માટે ખસેડયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
