News of Friday, 27th June 2025
હાલારમાં છૂટોછવાયો મેઘમહેરઃ ખરેડીમાં પાંચ ઇંચ
પીઠડ-પરડવામાં અઢી, વાંસજાળીયામાં સવા બે, નવાગામમાં બે અને અજાગ ૦ાાથી ૧ ઇંચ વરસાદ પડી ગયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૭ :.. જામનગર જીલ્લામાં ગઇકાલે પણ છૂટી છવાઇ મેઘસ્વારી ચાલુ રહી હતી જેમાં સૌથી વધુ ખરેડીમાં પાંચ ઇંચ વરસાદ વરસી ગયો છે.
આ ઉપરાંત જામનગર તાલુકાના ફલ્લા-૧૧, મોટી ભલસાણ, જામવણથલી, અલિયાબાડામાં ૧ ઇંચ, મોટી બાણુગાર અડધો ઇંચ અને અન્યત્ર ઝાપટા વરસ્યા હતાં.
જોડીયા તાલુકાના પીઠડમાં અઢી, બાલંભામાં સવા ઇંચ વરસાદ પડયો હતો.
ધ્રોલ તાલુકાના લતીપુરમાં પોણા બે અને લૈયારામાં ૧ ઇંચ વરસાદ પડયો હતો.
કાલાવાડ તાલુકામાં ખરેડી-પ, નવાગામ-ર, મોટા પાંચ દેવડામાં પોણા બે, નિકાવા-૧ અને ભલસાણ બેરાજામાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.
જામજોધપુર તાલુકામાં સમાણા-૧, શેઠવડાળામાં સવા, જામવાડી-ર, વાંસજાળીયા સવા બે, ધ્રાફા-૧ાાા, પરડવામાં અઢી ઇંચ વરસાદ પડયો હતો. લાલપુર તાલુકામાં ભણગોર-૦ાા, ખોડપર-૧ અને હરીપરમાં અડધો ઇંચ પાણી પડયું હતું. (પ-૧ર)
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
