<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

સુરેન્‍દ્રનગરમાં ૮૦ ફૂટ રોડના સોસાયટી વિસ્‍તારના માર્ગ કાદવ-કીચડમાં ગરક !

 

વઢવાણઃ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી ઝાપટા સ્‍વરૂપે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને છેવાડાના વિસ્‍તારોમાં કાદવ-કીચડની સમસ્‍યા સર્જાઈ છે. ત્‍યારે શહેરના નવા ૮૦ ફુટ રોડ પર આવેલ નયનપાર્ક સહિતની સોસાયટીમાં વરસાદી પાણીને લીધે કાદવ થઈ જતા લોકોને ચાલવુ તો શું વાહન લઈને નીકળવુ પણ મુશ્‍કેલ બની ગયુ છે. ખાસ કરીને શાળાએ જતા બાળકો અને વળધ્‍ધોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે.આ અંગે મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન થતા સ્‍થાનીકોમાં રોષની લાગણી ફેલાઈ છે.

(11:08 AM IST)