<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

ઘર ખર્ચના પૈસા માંગતા મમતાબેનને પતિ ધર્મેન્‍દ્રએ ફટકારી પહેલા માળેથી ધક્કો દીધો

વાંકાનેર ઢુવા ચોકડીએ બનાવઃ ગંભીર ઇજા સાથે પરિણીતાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી

રાજકોટ તા. ૨૭: વાંકાનેરની ઢુવા ચોકડી પાસે રાધે હોટેલ નજીક ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતી પરિણીતાને પૈસા બાબતે તેના પતિ સાથે માથાકુટ થતાં પતિએ મારકુટ કરી ધક્કો મારતાં હાથમાં કાચ લાગી જતાં તેમજ પતિએ પહેલા માળેથી નીચે પછાડી દેતાં ગંભીર ઇજા થઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ ઢુવા ચોકડીએ રહેતી મમતાબેન ધર્મેન્‍દ્ર ચમાર (ઉ.વ.૩૫)ને પતિ ધર્મેન્‍દ્રએ ઝઘડો કરી માર મારતાં અને ધક્કો મારતાં તેની ઘરમાં જ કાચ સાથે અથડાતા ઇજા થઇ હતી. આ પછી પતિએ ફરી ધક્કો મારતાં તેણી પહેલા માળેથી નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં વાંકાનેર હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, શક્‍તિસિંહ, ધર્મેન્‍દ્રભાઇ, પ્રશાંતભાઇ સહિતે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

મમતાબેન મુળ યુપીના વતની છે. અહિ વર્ષોથી પતિ સાથે રહે છે અને સંતાનમાં એક દિકરી છે. તેણીએ કહ્યું હતું કે પતિ ટ્રક ડ્રાઇવીંગ કરે છે. તેની પાસે ઘર ખર્ચ માટે રૂપિયા માંગતા તેણે ઝઘડો કરી માર મારી ધક્કો દઇ પછાડી દીધી હતી. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(11:52 AM IST)