તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 27th June 2025
જામજોધપુરમાં અઢી ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા કોંગ્રેસના પ્રહારો

જામજોધપુર તા.૨૭: જામ જોધપુરમાં કાલે બપોરે ૧૨થી ૪ ના સમય ગાળા દરમ્યાન ૬૫ મી. મી. (અઢી ઇંચ ) જેટલો વરસાદ થવા પામેલ વરસાદ પડતા બહુચરાજી મંદિર વિસ્તાર ખરાવાડ વિસ્તાર માં પાણી ભરાયા હતા દરમ્યાન ખરાવાડ વિસ્તારમાં આવેલ એક વોકરીમાં કાર ફસાઈ હતી હોકરી પાસે ડીવાઈડર ના મુકવાના કારણે પાણી ભરેલ વોકરી ન દેખાતા ભયંકર અકસ્માત સર્જાતા રહી ગયો હતો કારમા બેઠલ લોકોને આજુ બાજુ રહેતા લોકોએ મદદ કરી બહાર કાઢયા હતા આ ભયજનક વોંકળીની નગરપાલિકામાં અગાઉ લેખીત રજુઆતો પણ કરાઈ છે પણ તંત્ર ધ્યાન દેતુ નથી તેમ જામનગર જીલ્લા કોંગ્રસ પ્રમુખ કળપાબા જાડેજા તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ જમનભાઈ કંટારીયા શહેર કોંગ્રસ મહિલા પ્રમુખ સુકેતા બહેન ઘરસંડીયાએ આક્રોશ સાથે જણાવી નગરપાલિકા તંત્રની ધોર બેદરકારીનો નમુનો હોવાનો આક્ષેપ કરેલ હતો.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
