તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 27th June 2025
શોભાવડલા (ગીર)માં વૃધ્ધા ઉપર દિપડાનો હુમલોઃ ઝડપી લેવા વન વિભાગની દોડધામ
વારંવાર દિપડાના હુમલાથી લોકોમાં ભયનો માહોલ

તસ્વીરમાં દિપડાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત વૃધ્ધા તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા. ર૭: શોભાવડલા (ગીર) વિસ્તારમાં ફરી એક દિપડાએ વૃધ્ધ મહિલા ઉપર હુમલો કરતા દોડધામ મચી ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ શોભાવડલા (ગીર)ના દેવીપૂજક વૃધ્ધા દિવાળીબેન વસ્તાભાઇ વાઘેલા પોતાના ઝુપડા આસપાસ હતા. ત્યારે દિપડાએ આવીને હુમલો કરતા તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા હતા. વન વિભાગની ટીમોએ દિપડાને ઝપડી લેવા માટે દોડધામ શરૂ કરી છે. દિપડાએ થોડા સમય પહેલા પણ હુમલો કર્યો હતો. ફરી વખત વૃધ્ધા ઉપર હુમલો કરતા ભયનો માહોલ ફેલાયો છે.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
