News of Friday, 27th June 2025
સુરતમાં કુદરતી નહીં પરંતુ માનવસર્જિત પુર આવ્યું છે : વિસાવદરની જેમ સુરતમાં પણ લોકો ભાજપને જાકારો આપે : ઈસુદાન ગઢવી

રાજકોટઃ ભાજપની અણઆવડતને કારણે છેલ્લા ત્રણ ચાર દિવસથી સુરત પૂરને કારણે બાનમાં મૂકાયું છે. હજુ પણ ઘણે ઠેકાણેથી પાણી ઓસર્યા નથી અને લોકો ખુબ જ હાલાકી ભોગવી રહ્યાં છે. બાળકોને શાળાએ જવામાં અને કર્મચારીઓ તથા વેપારીઓને પોતાના નોકરી ધંધામાં જવા માટે હાલ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને સરકાર અને તંત્ર તરફથી તાત્કાલિક પાણી નીકળવા માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી નથી. આ સંજોગોમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી સુરત દોડી આવ્યા હતા અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી. ઈસુદાન ગઢવીની સાથે પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ ધડુક, વિપક્ષ નેતા પાયલ સાકરિયા, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી સહિત આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો, પદાધિકારીઓ, મહિલા સંગઠન અને કાર્યકર્તાઓએ સુરત શહેરના સણીયા હેમાદ પૂરગ્રસ્ત વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યાઓ જાણી હતી. હું જનતાને એક જ વાત કહેવા માંગીશ કે ભાજપની એક જ દવા છે, જો વિસાવદરની જેમ ભાજપને સુરત મહાનગરપાલિકાની છ મહિના બાદ આવતી ચૂંટણીમાં જાકારો દેવામાં આવે તો આમ આદમી પાર્ટી કોર્પોરેશનમાં આવીને આવી તમામ સમસ્યાઓનું સમાધાન કરી દેશે. ભાજપ પાંચ વર્ષ સુધી લૂંટશે અને છેલ્લા એક વર્ષમાં અહીંયા પૈસાની રેલમછેલ કરીને ચૂંટણી જીતવાની કોશિશ કરશે. આ વિસ્તારમાં ગરીબો વંચીતો શોષિતો પીડિત છે, તો સરકાર સમક્ષ અમારી માંગ છે કે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને નેતાઓ તથા કાર્યકર્તાઓ સતત આ વિસ્તારમાં પોતાની સેવા આપી રહ્યા છે અને હાલ દવાની પણ વ્યવસ્થા ઊભી કરી છે. તો આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ પર રહીને પોતાની ફરજ નિભાવી રહી છે હવે સરકારની જવાબદારી છે કે સરકાર પણ પોતાની ફરજ નિભાવે.
(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
