<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

પોરબંદરના સમુદ્રના તોફાની મોજામા એક યુવકનું તણાઈ જવાથી મોત

ખાપટ વિસ્તારના ચાર જેટલા યુવકો સમુદ્રમાં નાહવા માટે પડ્યા હતા: ઉંચા મોજાના કારણે અશોક કાના ભોગેસરા નામનો 30 વર્ષીય યુવક તોફાની મોજામાં ડૂબી ગયો

પોરબંદરના સમુદ્રના તોફાની મોજામા એક યુવકનું તણાઈ જવાથી મોત થયું છે. પોરબંદરના ખાપટ વિસ્તારના ચાર જેટલા યુવકો તોફાની સમુદ્રમાં નાહવા માટે પડ્યા હતા. ઉંચા મોજાના કારણે અશોક કાના ભોગેસરા નામના 30 વર્ષીય યુવક તોફાની મોજામાં ડૂબી ગયો હતો. સાથે નાહવા ગયેલ અન્ય ત્રણેય યુવાનોએ જીવ બચાવવા કોશિશ કરી પરંતુ અશોકનું ઘટના મોત થયું હતું. સાથી મિત્રો અને આસપાસના લોકોએ 108ની મદદ માંગી પરંતુ પાણીમાં ગયેલ અશોક કાના ભોગસર મૃત્યુ પામ્યો હતો. થોડા દિવસ પહેલા પણ અન્ય એક યુવક તોફાની મોજામાં તણાઈ ને મોતને ભેટ્યો હતો. ત્યાં આજે વધુ એક યુવકનું તોફાની મોજામાં ડૂબી જવાથી મોત થયું છે.

 


 

(6:59 PM IST)