<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

રવિવારે જામનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પવા શાંતિ યજ્ઞ યોજાશે

૧૦.૦૦ થી ૧૨.૦૦ વાગ્યા દરમિયાન કાશી વિશ્વનાથ રોડ પર આવેલી રાજકીય સંસ્કૃત પાઠશાળામાં શાંતિ યજ્ઞનું આયોજન

જામનગર: જામનગરમાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામેલા તમામ દિવગતોના દિવ્ય આત્માની શાંતિ અર્થે રવિવાર તારીખ ૨૯.૬.૨૦૨૫ ના સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ વાગ્યા દરમિયાન કાશી વિશ્વનાથ રોડ પર આવેલી રાજકીય સંસ્કૃત પાઠશાળામાં શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્લેન ક્રેશ દુર્ઘટના ના તમામ દિવંગતો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.

(9:14 PM IST)