તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 27th June 2025
જામનગરની સુમેર ક્લબના પ્રમુખપદે રાજુ શેઠ સળંગ ૧૩માં વખત ચૂંટાયા
સુમેર ક્લબને જામનગરનું નાક ગણવામાં આવે છેઃહવે કમિટીના ૧૦ સભ્યોની ચૂંટણી કરવામાં આવશે આ ચૂંટણી ૨૯મી જૂનના રોજ થશે સુમેર ક્લબમાં જ આ ચૂંટણી રવિવારે સાંજે ચારથી આઠ વાગ્યા સુધી યોજાશે

જામનગર,તા.૨૭
જામનગરની સુમેર ક્લબને જામનગરનું નાક ગણવામાં આવે છે. જામનગરની પ્રતિષ્ઠાનો પર્યાય માનવામાં આવે છે. હવે આ લબ્ધપ્રતિષ્ઠિત સુમેર ક્લબના પ્રમુખપદે રાજુ શેઠ સળંગ ૧૩માં વખત ચૂંટાઈ આવ્યા છે. તેમની ખાસિયત એ છે કે તેઓ સળંગ ૧૩મી વખત બિનહરીફ ચૂંટાયા છે. આ બતાવે છે કે ક્લબમાં રહેલાઓમાં લોકોને તેમના પર કેટલો વિશ્વાસ છે. તેમની સાથે કોઈએ ઉમેદવારી જ કરી નથી.
તેમની સાથે સેક્રેટરી ધીરેન ગેલૈયા અને ખજાનચી વિરલ રાચ્છ પણ બિનહરીફ જાહેર થયા છે. આમ ફક્ત પ્રમુખ જ નહીં સેક્રેટરી અને ખજાનચી સામે પણ કોઈએ ઉમેદવારી નોંધાવી નથી. આના પરથી ક્લબના સંચાલન પર કેટલો વિશ્વાસ છે તે જણાઈ આવે છે.
આમ પ્રમુખપદ અને સેક્રેટરી તથા ખજાનચી તરીકે ચૂંટાઈ આવ્યા પછી હવે કમિટીના ૧૦ સભ્યોની ચૂંટણી કરવામાં આવશે. આ ચૂંટણી ૨૯મી જૂનના રોજ થશે. સુમેર ક્લબમાં જ આ ચૂંટણી રવિવારે સાંજે ચારથી આઠ વાગ્યા સુધી યોજાશે. તેમા શહેરના લબ્ધ પ્રતિષ્ઠિત લોકો મતદાન કરશે.
શહેરના અને જિલ્લાના સન્માનિત તથા પ્રસિદ્ધ વ્યક્તિઓનું એક જ સરનામુ સુમેર ક્લબ છે. સુમેર ક્લબ આ પ્રતિષ્ઠિતોનો એક મુકામ મનાય છે. તેના સભ્ય થવું તેમના માટે ગૌરવની વાત છે. સુમેર ક્લબમાં દર બે વર્ષે પ્રમુખપદની ચૂંટણી યોજાય છે. આ જ રીતે સેક્રેટરી અને ખજાનચીની પણ ચૂંટણી યોજાય છે. આ વખતે બે વર્ષની ટર્મ પૂરી થવાના કારણે ચૂંટણી યોજાઈ હતી. તેમા રાજુ શેઠ સળંગ ૧૩માં વખત ચૂંટાઈ આવ્યા હતા. તેમની સામે સળંગ ૧૩મી વખત કોઈએ ઉમેદવારી ન નોંધાવતા તે બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા. આમ તેઓ સળંગ ૨૫ વર્ષથી બહુમાન મેળવવાની સિદ્ધિ ધરાવે છે.રવિવારે સાંજે કારોબારી સમિતિના સભ્યોનું મતદાન પૂરુ થયા પછી તે જ દિવસે સાંજે ચૂંટાયેલાના નામ જાહેર કરવામાં આવશે. આના પગલે નવી સમિતિ અસ્તિત્વમાં આવશે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
