<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

મોરબીના ભરતનગર-ગાળા ગામ વચ્ચે ટ્રીપલ અકસ્માત : ટ્રક-ટેન્કર અને કાર અથડાયા.

ટ્રક અને ટેન્કર અથડાયા બાદ સ્વીફ્ટ કાર સાથે અથડાતા ટ્રીપલ અકસ્માત સર્જાયો: ટ્રક ચાલકને ઇજા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ભરતનગર ગામ નજીક નેશનલ હાઈવે પર આજે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક અને ટેન્કર અથડાયા બાદ સ્વીફ્ટ કાર સાથે અથડાતા ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ચાલકને ઈજા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

      બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી-માળિયા નેશનલ હાઈવે પર ભરતનગર-ગાળા ગામ વચ્ચેથી પસાર થતો ટ્રક જીજે ૧૨ એવાય ૨૪૫૯ ના ચાલકે કાબુ ગુમાવતા ટ્રક રોડ ક્રોસ કરી સામેથી આવતા ટેન્કર સાથે અથડાયું હતું અને બાદમાં સ્વીફ્ટ કાર સાથે પણ ટ્રક-ટેન્કરની ટક્કર થવા પામી હતી અકસ્માતમાં ટ્રક ચાલકને ઈજા પહોંચી હતી બનાવને પગલે નેશનલ હાઈવે પેટ્રોલિંગ ટીમ દોડી ગઈ હતી ક્રેઇન સહિતના સાધનોની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનો ખસેડી હાઈવે રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો.


 

(11:47 PM IST)