News of Saturday, 28th June 2025
ભારે પવન, વરસાદી વાતાવરણથી ગિરનાર રોપવે સવારથી બંધ સોરઠમાં પણ મેઘાવી માહોલઃ દોઢ ઇંચ પાણી પડયું

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૮: જુનાગઢ શહેર અને જિલ્લામાં આજે પણ સવારથી મેઘાવી માહોલ સર્જાયો છે. ગિરનાર પર્વત પર ભારે પવન અને વરસાદી વાતાવરણના કારણે સવારથી રોપ-વે બંધ રહેવા પામ્યો હતો.
આજે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં ૧૩૧ મીમી વરસાદ થયો હતો જેની સાથે આજ સુધીનો વરસાદ વધીને ૨૯૧૫ મીમી થવા પામ્યો છે. ગિરનાર પર્વત પર સવાર સુધીમાં ૩૮ મીમી વરસાદ નોંધાયો હતો. પરંતુ આજે સવારથી ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા અને વરસાદી વાતાવરણના કારણે ગિરનાર રોપવે સેવા સવારથી શરૂ થઈ શકે ન હતી.
બીજી તરફ આજે પણ જુનાગઢ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં સવારથી જ ભરવાથી ભારે વરસાદના ઝાપટા વરસી રહ્યા છે. જેના પગલે લઘુતમ તાપમાન ઘટીને ૨૫ ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૯ ટકા રહ્યું હતું. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને ૮.૯ કિલોમીટરની થઈ ગઈ હતી.
સવારની શરૂઆતના પ્રારંભિક બે કલાકમાં મેંદરડા તાલુકામાં બે મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદના સમાચાર પ્રાપ્ત થયા નથી પરંતુ વરસાદી વાતાવરણ હોવાથી આજે પણ દિવસ દરમિયાન મેઘરાજા જમાવટ કરેલ એવું જણાઈ રહ્યું છે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
