<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

સાવરકુંડલા વોર્ડ નં.૬ના વિસ્‍તારોમાં ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના ૧૦૭ વડીલોને આયુષ્‍યમાન વય વંદના કાર્ડનો લાભ મળ્‍યો

સાવરકુંડલા,તા.૨૮: સાવરકુંડલા શહેરી વિસ્‍તારમાં વોર્ડ નંબર ૬ ના વિસ્‍તારોમાં આપણા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નેતળત્‍વમાં પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજનામાં ૭૦ વર્ષ કે તેથી વધુ ઉમરના તમામ વડીલો ને

રૂ. ૫ લાખ સુધીની મફત સારવાર મળે તે માટે સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર ૬ના કોર્પોરેટર ધર્મેન્‍દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલે વિસ્‍તારોમાં આશા વર્કર બહેનોને સાથે મળીને વોર્ડ નંબર ૬ના ૭૦ વર્ષ કે તેથી વધુ ઉમરના ૧૦૭ વડીલોને આ યોજનાનો લાભ અપાવેલ વધુમાં કોર્પોરેટર ધર્મેન્‍દ્ર મહેતા એ જણાવ્‍યું છે કે વોર્ડ નંબર ૬માં હજી કોઇ વડીલો આયુષમાન ભારત કાર્ડ કઢાવવામાં બાકી હોય તો સ્‍થાનિક કાઉન્‍સિલરનો સંર્પક સાધવો તેમ કોર્પોરેટર ધર્મેન્‍દ્ર મહેતા એ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

(10:47 AM IST)