News of Saturday, 28th June 2025
જેતપુરના બોરડી સમઢીયાળા પાસે ‘હિટ એન્ડ રન': ૩૫ વર્ષના યુવાન રમેશભાઇ મોર્યનું મોત
સાડીના કારખાનામાં કામ કરતો યુવાન બજારમાંથી ઘરે જતો હતો ત્યારે બનાવઃ રાજકોટમાં સારવારમાં મૃત્યુઃ ચાર સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની

રાજકોટ તા. ૨૮: જેતપુરના બોરડી સમઢીયાળા પાસે હિટ એન્ડ રનના બનાવમાં યુવાનનું મોત થયું છે. બાઇકનેઅજાણ્યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી જતાં આ યુવાનને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
બોરડી સમઢીયાળામાં રહેતો રમેશભાઇ કમલસિંગ મોૈર્ય (ઉ.વ.૩૫) ૨૪મીએ રાતે નવેક વાગ્યે બાઇક લઇને બજારમાં કોઇ ચીજવસ્તુ લેવા ગયો હતો. ત્યાંથી પરત ઘરે જતો હતો ત્યારે ગામ નજીક અજાણ્યા વાહનનો ચાલક તેને બાઇક સહિત ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થઇ હતી. જેતપુર સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ સવારે મૃતયુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર રમેશભાઇ મુળ યુપીનો વતની હતો. તે સાડીના કારખાનામાં મજૂરી કરતો હતો. છ ભાઇ અને એક બહેનમાં ત્રીજો રમેશભાઇ ઘણા સમયથી બોરડી સમઢીયાળામાં પરિવાર સાથે રહેતો હતો. તેના મોતથી બે દિકરા, બે દિકરી મળી ચાર સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્દ્રભાઇ, પ્રશાંતભાઇ, શક્તિસિંહ સહિતે જેતપુર તાલુકા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
