News of Saturday, 28th June 2025
જેતપુરમાં મુળ સાયલા પંથકની અરૂણા ગોહેલ ઝેર પી ગઇઃ ગંભીર

રાજકોટ તા. ૨૮: જેતપુરમાં વિનુભાઇની વાડીમાં રહી ભાગીયુ વાવતાં મુળ સાયલાના સોનપરીના જેસાભાઇ ગોહેલની દિકરી અરૂણા (ઉ.વ.૧૭) વાડીએ ઝેરી દવા પી જતાં જેતપુર સારવાર અપાવી ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં જેતપુર પોલીસને જાણ કરાઇ હતી.
અરૂણા પાંચ બહેન અને એક ભાઇમાં બીજા નંબરે છે. તે માતા-પિતા અને પરિવારજનો સાથે ખેત મજૂરી કરે છે. તેણીએ આ પગલુ શા માટે ભર્યુ? તેની પરિવારજનોને જાણ નથી. તેણી ભાનમાં આવ્યે પોલીસ નિવેદન નોંધશે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
