<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

સુરેન્‍દ્રનગર દોઢ ઇંચે જળબંબોળઃ સર્વત્ર મેઘાવી માહોલ

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઝાપટા યથાવત

 

 

સુરેન્‍દ્રનગર એક જ કલાકમાં દોઢ ઇંચ :  વઢવાણ :.. સુરેન્‍દ્રનગર શહેરમાં જ્‍યારથી મહાનગરપાલિકા નું નિર્માણ થયું ત્‍યારબાદ અનેક લોકોને સમસ્‍યાનો ભોગ બની રહ્યા છે અને  જનતાને જે સુવિધાઓ મળવી જોઈએ તે ન મળતી હોવાના સૂર રોજ મહાનગરપાલિકામાં સાંભળવા મળે છે ત્‍યારે  સુરેન્‍દ્રનગર શહેરમાં એક કલાકમાં દોઢી ઇંચ જેટલો વરસાદ વરસી જવાના કારણે  નિચાણવાળા વિસ્‍તારો તેમજ અને પ્રેરણા વિસ્‍તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે ત્‍યારે  રાજ હોટલ પાસે બનાવવામાં આવેલું નાલામાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકો ભારે મુસીબતનો સામનો કરવો પડ્‍યો છે  તો કોઈ પોતાનું કીમતી વાહન લઇ અને પાણીમાંથી પસાર થઈ રહ્યા છે તો કોઈનું વાન પાણીમાંથી પસાર થતા બંધ પણ પડી ગયું છે તેવા દ્રશ્‍યો  તસ્‍વીરમાં નજરે પડે છે. (પ-ર૩)

રાજકોટ તા. ર૮ :.. સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘસ્‍વારી યથાવત રહી છે. આજે પણ ઝાપટા વરસી રહ્યા છે. જયારે ઝાલાવાડમાં વરસાદ વરસતા સુરેન્‍દ્રનગર શહેર માત્ર ૧ાા ઇંચ વરસાદથી જળબંબોળ થઇ ગયું હતું.

બીજનું મુહૂર્ત સાચવ્‍યું

સુરેન્‍દ્રનગર જિલ્લામાં અષાઢી બીજના પાવન પર્વે મેઘરાજા જાણે મુર્હુત સાચવતા હોય તેમ પાંચ તાલુકા ગ્રામ્‍યમાં ઝરમર વરસાદ નોંધાયો છે. જેમાં સુરેન્‍દ્રનગર શહેરમાં બપોરના સમયે વરસાદી ઝાપટા આવ્‍યા હતા અને ઝરમર વરસાદમાં પણ શહેરમાં રથયાત્રા યોજાઈ હતી.સુરેન્‍દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મેઘાવી માહોલ છવાયો છે. મેઘરાજા કયાંક વરસાદી ઝાપટા સ્‍વરૂપે તો કયાંક મન મુકીને વરસી રહ્યા છે.ત્‍યારે અષાઢી બીજ કે જે વણજોયુ મુર્હુત કહેવાય છે તે દિવસે શુક્રવારે પણ મેઘરાજા જાણે મુર્હુત સાચવતા હોય તેમ વરસાદ વરસ્‍યો હતો.

બપોરના સમયે શહેરના ભકિતનંદન સર્કલ પાસેથી રથયાત્રા નીકળવાના સમયે વરસાદી ઝાપટુ આવ્‍યુ હતુ. અને ભાવીકો ભીંજાતા ભીંજાતા રથયાત્રામાં જોડાયા હતા. જોકે, સુરેન્‍દ્રનગર શહેરમાં પડેલ વરસાદ વઢવાણ મામલતદાર કચેરીએ ન પડયો હોવાથી સરકારી ચોપડે નોંધાયો નથી. જયારે જિલ્લાના લખતરમાં ૭ મિમી, સાયલામાં ૬, લીંબડીમાં ૩, મૂળીમાં ૨ અને ધ્રાંગધ્રામાં ૧ મિમી વરસાદ ઝાપટા સ્‍વરૂપે વરસ્‍યો હતો.

જુનાગઢ જીલ્લામાં મેંદરડા ત્‍થા જામનગર-૭ મી. મી. ત્‍થા લાલપુરમાં ઝાપટા ઉપરાંત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં અન્‍યત્ર ઝાપટા પક્ષવત રહ્યા છે.

વિંછીયા

વિંછીયા તથા પંથકમાં સવારથી જ વાદળા છાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ સર્જાયો છે. વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઇ લોકોને છત્રી-રેનકોટનો સહારો લેવો પડયો છે.

(11:00 AM IST)