<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

પ્રભાસપાટણમાં અષાઢી બીજની ઉજવણી પાંચ હજારથી વધુ ભાવિકોએ માલપુઆના મહાપ્રસાદનો લાભ લીધો

પ્રભાસપાટણઃ  નાના કોળી સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ  અષાઢી બીજમા માલપુઆનો પ્રસાદ બનાવવામા આવે છે. મીની ટ્રેકટરમાં ભરી અને નાના કોળી સમાજ ની ઓફીસે સ્‍ટોર કરવામાં આવે છે અને રાત્રી ના પાંચ હજારથી વધુ લોકો આ મહાપ્રસાદ પીરસવામાં આવેલ. મહા બીજ ઉત્‍સવમા  રાત્રીના રામદેવપીર ના મંદિરે પાટોત્‍સવ રાખવામાં આવે છે જ્‍યાં ભજન સત્‍સંગ કરવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા નાના કોળી સમાજ ના પ્રમુખ પ્રવિણભાઈ ચુડાસમા, ઉપ પ્રમુખ કેતનભાઈ પરમાર, ખજાનચી જગદીશભાઈ વાજા આગેવાન વજુભાઈ ગઢીયા, આગેવાન જીતુભાઈ કામળીયા અને મહિલા સમિતિ ના હિરૂબેન ગરેજા ના માર્ગદર્શન હેઠળ સમાજના યુવાનો સ્‍વયં સેવકોએ જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીર-દેવાભાઇ રાઠોડ)

(11:23 AM IST)