News of Saturday, 28th June 2025
ભાવનગરમાં ભોઈ સમાજનાં યુવાનોએ ભગવાનનાં રથના દોરડાને હાથેથી ખેંચી ભગવાનને કરાવી નગરચર્યા

(વિપુલ હિરાણી) ભાવનગરઃ ભારતમાં ત્રીજા અને રાજ્યમાં બીજા ક્રમે આવનાર ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીનાં રથનાં દોરડાને હાથ વડે ખેંચી નિજ મંદિરથી લઇ ૧૭ કિ.મી.ના સમગ્ર રૂટ પર નગરચર્યા કરાવવાની જવાબદારી શ્રી ઘોઘા- ભાવનગર રાજપુત ભોઇરાજ જ્ઞાતિએ લીધી હતી. ભોઈ સમાજ શરૂઆતથી જ રથયાત્રા સાથે જોડાયેલો છે. આ વર્ષે ભોઈ સમાજનાં નાનાથી લઈને મોટા સુધીના ૩૦૦ લોકો ભગવાનનાં રથને ખેંચવાની સેવામાં જોડાયા હતા. વ્યવસ્થા જાળવવા માટે ભોઈ સમાજનાં કુલ ૩૦૦ લોકોનાં સભ્યો રથ ચલાવવાની સેવા આપી હતી. અબાલવળદ્ધ ભોઈ સમાજના સભ્યો આ સેવામાં જોડાયા હતા. રથયાત્રાના દિવસે પહિંદ વિધિ થાય તે પહેલા રથ ખેંચનારા સભ્યોને ચાંદલા કરી શુકન કરવામાં આવે છે અને ભગવાન જગન્નાથજીનાં જયઘોષ સાથે રથ ખેંચવાની શરૂઆત કરવામાં છે. પરંપરાગત રીતે ભોઈ સમાજને - ભગવાનનો રથ ખેંચવાની મળેલી સેવાને - ભોઈ સમાજ તેમનું સૌભાગ્ય ગણે છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
